Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • Sports
  • December 13, 2025
  • 0 Comments

Cricket Match Fixing: ભારતીય ઘરેલુ ક્રિકેટમાં મેચ ફિક્સિંગની એક ઘટના સામે આવી છે,આસામ ક્રિકેટ એસોસિએશને તેના ચાર ખેલાડીઓને સસ્પેન્ડ કરી દીધા છે,મેચ ફિક્સિંગ કૌભાંડથી ક્રિકેટ જગત ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું છે.

શુક્રવારે, આસામ ક્રિકેટ એસોસિએશનના સચિવ સનાતન દાસે મીડિયાને જણાવ્યું હતું કે ચાર ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ ચાર ખેલાડીઓ અમિત સિંહા, ઇશાન અહેમદ, અમન ત્રિપાઠી અને અભિષેક ઠાકુર છે.સનાતન દાસે જણાવ્યું હતું કે આ ચાર ખેલાડીઓ ક્રિકેટમાં મેચ ફિક્સિંગ જેવી ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની વાતનો ખુલાસો થયો છે,આ મામલો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 સાથે સંબંધિત છે.

આસામ ક્રિકેટ એસોસિએશન (ACA) ના સચિવ સનાતન દાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિવિધ સ્તરે આસામનું પ્રતિનિધિત્વ કરનારા આ ચાર ક્રિકેટરો પર સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 માં આસામ માટે રમનારા કેટલાક ખેલાડીઓને પ્રભાવિત કરવાનો આરોપ છે.આરોપો પર, BCCI ના ભ્રષ્ટાચાર વિરોધી એકમે આ મામલાની તપાસ કરી હતી હવે ACA એ ફોજદારી કાર્યવાહી પણ શરૂ કરી છે.ACA એ જણાવ્યું હતું કે તેઓએ મેચ ફિક્સિંગમાં સંડોવાયેલા ચાર ખેલાડીઓ સામે ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચમાં FIR દાખલ કરી છે.

આસામની ટીમને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના એલીટ ગ્રુપ Aમાં મૂકવામાં આવી હતી.
ભારતના સ્ટાર ક્રિકેટર રિયાન પરાગ પણ આ ટીમ માટે રમે છે. આસામ સાત મેચમાં ફક્ત ત્રણ જીત મેળવી શક્યું હતું અને તેના ગ્રુપમાં આઠ ટીમોમાંથી સાતમા સ્થાને રહ્યું હતું.

નોંધનીય છે કે મેચ ફિક્સિંગ કૌભાંડમાં નામ આપવામાં આવેલા ચાર ખેલાડીઓમાંથી કોઈ પણ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે આસામ ટીમનો ભાગ નહોતો.

આ પણ વાંચો:

Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Russia Ukraine war: 21 વર્ષના યુવકની અજીબો ગરીબ કરુણ કહાની;પરિવારની સ્થિતિ સુધારવા રશિયાતો ગયો પણ પછી જે થયું તે જાણી ધ્રુજી જશો!!

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

  • June 20, 2026
  • 2 views
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

  • June 20, 2026
  • 4 views
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 8 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 9 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 5 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 11 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?