Virat Kohli: ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું,ક્રિકેટ રસિયાઓ ખીલી ઉઠ્યા!

  • Sports
  • January 12, 2026
  • 0 Comments

Virat Kohli: વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વનડે સીરિઝના પ્રથમ મુકાબલામાં ભારતે 4 વિકેટે જીત મેળવી હતી. 11 જાન્યુઆરી (રવિવાર)ના રોજ વડોદરા ખાતેના કોટામ્બી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ દરમિયાન ન્યુઝીલેન્ડે ભારતીય ટીમને જીતવા માટે 301 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને ભારતીય ટીમે 6 બોલ બાકી રહેતા હાંસલ કર્યો હતો, ભારતે આ જીત સાથે સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી છે.

ભારતીય ટીમની આ શાનદાર જીતમાં વિરાટ કોહલીનું પરફોર્મન્સ મહત્વનું રહ્યું હતું કોહલીએ 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી 91 બોલમાં 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પ્રદર્શન માટે કોહલીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે ઉભરી આવ્યો હતો સાથેજ કોહલીએ વનડે મેચમાં 45મી વાર આ એવોર્ડ જીત્યો છે.

મેચ દરમિયાન રોહિત શર્મા (26 રન, 29 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) કર્યા બાદ તેની વિકેટ વહેલી પડ્યા બાદ વિરાટ કોહલી (93 રન, 91 બૉલ, એક સિક્સર, આઠ ફોર) અને કૅપ્ટન શુભમન ગિલ (56 રન, 71 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ની જોડીએ બાજી સંભાળી લીધી હતીવિરાટે બીજી વિકેટ માટે ગિલ સાથે 118 રનની અને પછી વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર (49 રન, 47 બૉલ, એક સિક્સર, ચાર ફોર) સાથે 77 રનની ભાગીદારી કરી હતી.

કોહલી સાત રન માટે 54મી સેન્ચુરી ચૂકી ગયા પછી શ્રેયસ એક રન માટે હાફ સેન્ચુરીથી વંચિત રહ્યો હતો.જોકે, હર્ષિત રાણા (29 રન, 23 બૉલ, એક સિક્સર, બે ફોર)એ ટૂંકી, પણ આક્રમક ઇનિંગ્સ રમી ટીમને બળ પૂરું પાડ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે મેચ પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માનું વડોદરાના સ્ટેડિયમમાં સન્માન કરવામાં આવ્યું હતું અને એ સમયે આઈસીસી ચેરમેન જય શાહ સહિત ભારતીય ક્રિકેટના અનેક મહાનુભાવો હાજર હતા.આમ,ભારતની આ જીતથી ક્રિકેટ રસિયાઓ નાચી ઉઠ્યા હતા અને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 3 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 3 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 4 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 6 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 12 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 13 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને