Junagadh: જૂનાગઢમાં ભવનાથ શીવની 57 એકર જમીન ક્યાં ગઈ?જુઓ ખાસ અહેવાલ

Junagadh: 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રી થશે. 5 લાખ લોકો આવે તે રીતે ગુજરાતની ભાજપ સરકારે ધાર્મિકતાને મતમાં ફેરવવા ભવનાથના મેળાને મીની કુંભ જાહેર કરવામાં આવ્યો છે.

વર્ષો પહેલા ભવનાથ તળેટીમાં મેળાના આયોજન માટે 57 એકર જમીન અનામત ફાળવવામાં આવી હતી. ભાજપના નેતાઓએ 57 એકર જમીનમાંથી 29 એકર જમીન પર ગેરકાયદે દબાણ કરી દીધું છે, આજે આ જમીન ખુલ્લી નથી. માત્ર 24 એકર જમીન પર મેળાનું આયોજન કરવા તંત્ર મજબૂર બન્યું છે, DILR દ્વારા મેળાની જમીનની માપણી કરવામાં આવી હતી. માપણીમાં જણાયું હતું કે, 57 એકર જમીનમાંથી 29 એકર જમીન પર દબાણ કર્યું છે. સ્થાનિકો અને સાધુ-સંતોનો દબાણો ખડકાયાના આક્ષેપ છે. હજી સુધી સત્તાધિશો તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

ઉતારા મંડળ

ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાએ કહ્યું હતું કે, અમુક જમીનો તંત્ર એ વેચી નાખી છે. જેના કારણે અત્યારે મેળામાં આવતા 15 લાખ લોકો માટે માત્ર 20 એકર જેવી જમીન બચી છે. ઓછી જગ્યા અને મોટી ભીડમાં જો કોઈ નાસભાગ થાય કે દુર્ઘટના ઘટે તો તેની સંપૂર્ણ જવાબદારી કલેકટર અને સરકારની રહેશે, તેમ જણાવ્યું છે, દબાણ થઈ ઉભા થઈ ગયા છતાં કલેકટર દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવી નથી. જમીન પર ભાજપના લોકોએ કબજો કરી લીધો હોવાથી આ સમસ્યા નડી રહી છે.

જેના કારણે ઉતારા મંડળો અને અન્નક્ષેત્રની વ્યવસ્થામાં થઈ શકતી નથી. અવ્યવસ્થા અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાય શકે છે. ભારે ભીડ વચ્ચે કોઈ દુર્ઘટના સર્જાવાની પણ શક્યતાઓ વધી છે, સંતોની માંગ છે કે આશ્રમો અને અખાડાઓ સુધી પહોંચવા માટે જરૂરી વાહનોને છૂટછાટ મળવી જોઈએ.

મહંત પદ માટે વિવાદ

જૂલાઈ 2025માં ભવનાથ મંદિરના મહંત પદ માટે વિવાદ સર્જાયો હતો. જિલ્લા કલેકટર દ્વારા મહંતપદ માટે નિમણૂકત થતી હોય છે. ત્યારે આ વખતે ગુરુ શિષ્ય પરંપરા મુજબ મહંતની નિમણૂક કરવાની માંગ પ્રબળ બની હતી. ગુરુ શિષ્ય પરંપરા મુજબ મહંતની નિમણૂક કરવાની માંગ હતી. હાલના મહંત જો રિપીટ થશે તો બે સંતોએ ભવનાથ મંદિર સામે જ આત્મવિલોપન કરવા કહ્યું હતું. મહંત હરિગીરી બાપુ સામે ગંભીર આક્ષેપો સંતો દ્વારા કરાયા હતા. હરિગીરીએ કલેક્ટરોને મહંત બનવા માટે કરોડો રૂપિયા આપ્યા હોવાના દસ્તાવેજો પણ જાહેર કરવામાં આવ્યા હતા.

31 જુલાઈ 2025માં મહંત હરીગીરી બાપુની મુદત પૂરી થવાની હતી, મુચકુંદ ગુફાના મુકેશગીરી ગુરુ કમલાનંદજી અને રાજુગીરી ગુરુ કમલાનંદજીએ વિડિયો બહાર પાડ્યો હતો,ગુરુ શિષ્ય પરંપરા મુજબ થવી જોઈએ. હરિગિરી પાસે પૈસા અને પાવર બંને છે. ત્યારે તેમની નિમણૂક થશે તો જોયા જેવી થશે. અગાઉ હરીગીરી એ પૈસા અને પાવરના જોરે ભવનાથ મંદિરનું મહંત પદ લઈ લીધું હતું.

સરકારી અધિકારી

1 ઓગષ્ટ 2025માં જુનાગઢના ઈતિહાસના પાના પર પ્રથમ વખત ભવનાથ મંદિરમાં સરકારી શાસન લાદી દેવામાં આવ્યું હતું.  મંદિરમાં મહાશિવરાત્રી મેળા સહિત ઉત્સવો સરકારી નિયંત્રણ હેઠળ કરવા નક્કી કર્યું હતું.
પુરાણોક્ત સાંસ્કૃતિક પરંપરાનું કેન્દ્ર વર્ષોથી સાધુ-સંતો દ્વારા સંચાલિત હતું. પ્રથમ વખત રાજ્ય સરકારે વહીવટદારને શાસન સુપરત કર્યું હતું.

હવે મંદિરના તમામ વ્યવસ્થાપન, દાનની નોંધણી, ઉત્સવોની ઉજવણી અને નિત્ય પૂજા સહિતની તમામ પ્રવૃત્તિઓ સરકાર કરી રહી છે.
મોટાભાગના સંતો અને સાધુઓએ આ પગલાંને સરકારનો અનિચ્છનીય હસ્તક્ષેપ ગણાવ્યો હતો. આગામી દિવસોમાં ગુરુ પરંપરાના મહંત પદ પુન: સાધુ સમાજને સોંપવામાં આવે તેવી આશા ઠગારી નીવડી હતી,મંદિરનું ટ્રસ્ટ બનાવવામાં આવે એવી શક્યતા છે,મંદિરની આવક-જાવક, સંપત્તિની વિગતો એકઠી કરી હતી.

સરકારી કબજો

ભવનાથ મંદિર ટ્રસ્ટની તમામ મિલકતો વહીવટદાર હસ્તક મૂકી દેવામાં આવી છે. આવક-જાવક તથા અન્ય વ્યવસ્થાઓ માટે નિયમિત શાસન પદ્ધતિ અમલમાં મુકાઈ છે. મંદિર સંચાલન માટે નાયબ મામલતદાર, કારકુન તથા હિસાબી અધિકારીની નિમણૂક કરાઈ છે. કચેરી બનાવી છે. આ માટે સંપર્ક નંબર 95100 92220 જાહેર કરવામાં આવ્યો છે.

આઝાદી પછી તત્કાલીન વહીવટદાર એસ. ડબલ્યુ. શિવેશ્વરકરે જાહેર કર્યું હતું કે ‘સરકાર બિનસાંપ્રદાયિક હોવાથી મેળાને મંજૂરી આપવામાં આવે છે, પરંતુ અનાજની મદદ નહીં કરવામાં આવે. જે કોઈ જાત્રાએ આવે તે પોતાનું રેશન સાથે લેતા આવે, જેથી તેમને અગવડ ન પડે.

સંઘવીનો ફતવો

ભાજપ સરકાર હિન્દુત્વના ખૂબ મોટા મોટા અને જુઠ્ઠા જુઠ્ઠા દાવાઓ કરે છે. હિન્દુઓને અન્યાય કરતી આવી છે. ભવનાથ મેળા અંગે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ અનેક બેઠકો કરી હતી. જેમાં નિર્ણય લેવાયો છે કે ગિરનાર દરવાજાથી અંદર કોઈ વાહન જઈ શકશે નહિ.
જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં હર્ષ સંઘવી દ્વારા હિન્દુ વિરોધી નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓએ ફરજીયાત 8 કિલોમીટર ચાલવું પડશે. ગિરનાર દરવાજાથી ભવનાથનું અંતર અંદાજે 3.3 કિમી છે.

ભાજપ સરકારે આ નિર્ણય લેવા પાછળ કોઈ ચોક્કસ કારણ રજૂ કર્યું નથી, લોકો મેળામાં ઉતારા રાખે છે અને અન્નક્ષેત્ર ચલાવે છે તેમના વાહનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ખૂબ જ ઓછી છૂટ આપવામાં આવી છે.

ગાંધીનગરમાં બેઠક

31 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગર ખાતે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતા બેઠક યોજાઈ હતી. યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્ય પ્રધાન જયરામ ગામીત, જુનાગઢ ભવનાથ શ્રેત્રના સાધુ, સંતો, જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ, યાત્રાધામ તેમજ પ્રવાસન વિભાગના અધિકારીઓ તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હતા.
જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ છે.

ભાજપનો હસ્તક્ષેપ

8 ફેબ્રુઆરી 2026ના રોજ રાજ્ય પ્રધાન પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરીયાએ ભવનાથ મેળાના માર્ગની મુલાકાત લીધી હતી. સાથે ભાજપના હોદ્દેદારો, જિલ્લા કલેકટર, એસ.પી., અન્ય વહીવટી અધિકારીઓ અને  પણ જોડાયા હતા.

વિરોધ

ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાએ કહ્યું હતું કે, ધારાસભ્ય, પ્રધાનો હતા પણ ઉતારા મંડળને બાકાત રખાતા ઉહાપોહ થયો હતો. ઉતારાઓમાં નિશુલ્ક ભોજન અને આશરો પૂરો ઉતારા મંડળ પૂરો પાડે છે, આ સાથે પાણી, ગટર અને સફાઈ જેવી પાયાની સુવિધાઓ માટે તંત્રને ઉતારા મંડળ હર વખતે વાકેફ કરતુ હોય છે. પરંતુ સરકાર દ્વારા મેળા દરમિયાન અને આયોજન શ્રેય લેવાની આડમાં સેવાભાવી સંસ્થા ઉતારા મંડળને દર વર્ષે નજર અંદાજ કરાય છે. ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં ઉતારા મંડળને બાકાત રાખ્યા હતા.

લાઈવ

શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે. ભવનાથ મંદિરના સોશિયલ મીડિયા જેવા કે, ફેસબુક, ઇન્સ્ટા માં પેજ શરૂ કરાશે, સોશિયલ મીડિયા લાઈવ આરતી દર્શન થશે.

શાહી સ્નાન

શાહી સ્નાન સહિતના મહત્વના આયોજનો બાબતે જુના અખાડાના ઇન્દ્રભારતી બાપુ, આહવાન અખાડાના ભારદ્વાજ અને અગ્નિ અખાડાના પ્રતિનિધિ તથા સાધુ સંતો – પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યો હતો. સ્થાનિકથી લઈને ઇન્ટરનેશનલ કક્ષાના કલાકારોને આ મેળામાં બોલાવી, આ વખતના મેળાની ઇન્ટરનેશનલ કક્ષાએ નોંધ લેવાય તે રીતે આયોજન કરવાનું સરકાર વિચારી રહી છે.

દેશમાંથી આમંત્રણ

સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે. દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને ભાજપ સરકારે આમંત્રણ પાઠવ્યું છે. મહાશિવરાત્રી મેળાનું ખાસ ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. 2026માં ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર 55 કિલો પિત્તળના નવનિર્મિત ધ્વજદંડની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કરવામાં આવી હતી.

નાગા સાધુ

હજારો નાગા સાધુ ભવનાથની તળેટીમાં ત્રણ દિવસ આવી રોકાણ કરતા હોય છે આ મેળામાં ભારતભરમાંથી સાધુઓ એકત્રિત થતા હોય છે.

રવાડી

મેળાના છેલ્લા દિવસે નીકળતી સાધુ-સંતોની રવાડીના દર્શન કરવા માટે પણ લોકોને મંજૂરી આપવામાં આવે છે. રવાડીની પરંપરા, રવાડી રૂટ 1.5 કિ.મી. નો હોય છે જેમાં 500 મીટરનો વધારો કરીને 2 કિ.મી કરવામાં આવ્યો છે, જેથી નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે.

ગિરનારની ગુફાઓમાં કેટલાક નાગા સાધુઓ વસવાટ કરે છે, જેઓ શિવરાત્રિની રવેડીમાં સામેલ થાય છે. અન્યથા આ નાગા સાધુઓ ક્યાંથી આવે છે અને ક્યાં રહે છે તેના વિશે કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ય નથી. ન તે વિશે કોઈ જાણકારો પાસે સ્પષ્ટ માહિતી છે. પરંતુ એટલું સ્પષ્ટ છે કે આ નાગા સાધુઓ મેળામાં સામેલ થાય છે.

ખાસ કરીને જૂનાગઢ તથા આસપાસના સાધુઓ શિવરાત્રિની મધ્યરાત્રિએ યોજાતી ‘રવેડી’માં સામેલ થાય છે.
આ સાધુઓ ઘોડાં, ગાડીઓ, બગ્ગીઓ અને હાથીઓ ઉપર બેસીને શંખનાદ સાથે વાજતે-ગાજતે સરઘસ સ્વરૂપે મૃગી કૂંડમાં સ્નાન કરવા માટે નીકળે છે, જે ‘રવેડી’ તરીકે ઓળખાય છે, રવેડીમાં અલગ-અલગ અખાડાના મહામંડલેશ્વર, મંડલેશ્વર અને સેંકડો-હજારો સાધુઓ સામેલ થાય છે. જેઓ માર્ગમાં અંગકસરતના દાવ કરે છે. ભભૂત લગાવેલા શરીર અને લાંબા વાળ સાથે તલવારબાજી અને લઠદાવ દેખાડે છે.

જૂનાગઢમાં શિવરાત્રિ દરમિયાન શાહી સ્નાનનું નેતૃત્વ પંચ દશનામ જૂના અખાડા કરે છે. આ સિવાયના અખાડાના કેટલાક સાઘુઓ પણ તેમાં સામેલ થાય છે, નાગા સાધુઓ બેન્ડવાજા સાથે વાજતે-ગાજતે નીકળે છે. તાજેતરનાં વર્ષોમાં ડી.જે. પણ જોવા મળે છે.

શિવરાત્રી મેળો શું છે

પાંચ દિવસ સુધી ચાલતો આ મેળાવડો હિંદુ પંચાંગ પ્રમાણે મહા મહિનાની નોમથી શરૂ થાય છે અને અમાસ સુધી લંબાય છે અને શિવરાત્રિના દિવસે પૂર્ણ થાય છે, રાવટીઓમાં ‘ભજન અને ભોજન’નો સમન્વય થાય છે. શિવરાત્રિની રાત્રે નીકળતી રવેડી અને તેમાં નાગા સાધુઓના કરતબો હોય છે.

ગુજરાતના તત્કાલીન સેન્સસ સુપરિન્ટેન્ડન્ટ આર. કે. ત્રિવેદીએ વર્ષ 1961માં યોજાયેલી વસ્તીગણતરીમાં ગુજરાત અંગેનો અહેવાલ સેન્સસ ઑફ ઇન્ડિયામાં વિક્રમ સંવત મુજબ, મહા મહિનાની નોમના દિવસે  ભવનાથના મંદિરે નવી ધજા ચઢાવવામાં આવે છે, જે ગિરનારની તળેટીમાં આવેલું છે.

અહીંથી લગભગ અઢી કિલોમીટર દૂરથી સુવર્ણરેખા નદી પસાર થાય છે. આ પૌરાણિક શિવલિંગ છે, જૂનાગઢ જિલ્લામાં વર્ષ દરમિયાન 11 જેટલા નોંધપાત્ર મેળા ભરાય છે, જેમાંથી ભવનાથનો મેળો એક છે, પાર્વતીનું દિવ્ય ઘરેણું ભવનાથ મંદિર પાસે પડ્યું હતું, જેથી તે ‘વસ્ત્રપૂત ક્ષેત્ર’ તરીકે ઓળખાય છે, ભવનાથની તળેટીમાં લોકોત્સવની શરૂઆત નવી ધજા ચઢાવવાથી જ શરૂ થઈ જાય છે.
મેળાઓ 200-250 વર્ષથી યોજાતા હોવાના ઉલ્લેખ મળે છે, પરંતુ તેને ‘મેળા’ એવું નામ નહોતું મળેલું. વેદકાળ અને મૌર્યકાળમાં આ પ્રકારના મેળાવડા થતા.

ભવનાથનો મેળો દોઢેક સદીથી પ્રચલિત થયો છે અને તેનું કદ વધ્યું છે. લગભગ દોઢસો વર્ષ પૂર્વેનાં લખાણોમાં ભવનાથના મેળાનો ઉલ્લેખ મળી આવે છે, ઈ.સ. 1822માં અંગ્રેજ સૈન્ય અધિકારી કર્નલ ટોડ અને વર્ષ 1869માં જેમ્સ બર્જેસે ગિરનારનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેઓ મેળા અંગે કશું કહેતા નથી,ભવનાથના મેળામાં આવનાર પાસેથી એક આનાનો ‘મુંડકા વેરો’ લેવામાં આવતો. જેમાંથી, સરકારી નોકર, બ્રાહ્મણ, ચારણ અને માંગણને મુક્તિ હતી.

નવાબ મહાબત ખાન તૃતીયના સમયમાં ભવનાથના મેળાની વ્યવસ્થા સુધરવા લાગી હતી. અલગ-અલગ પ્રકારની રમત-ગમત, જાદુ અને મનોરંજનના ખેલ થતાં તથા તેના ભાવ નક્કી રહેતા, જેથી લોકો તેને મુક્તપણે માણી શકતા, વર્ષ 1919ના મેળામાં પાંચ દિવસ દરમિયાન 57 હજાર જેટલા લોકો ઊમટી પડ્યા હતા, તાજેતરનાં વર્ષો દરમિયાન ભવનાથના મેળામાં 10થી 15 લાખ લોકો આવતા હોવાના અહેવાલ છે.

મેળામાં શું થશે નગરયાત્રા થશે.

1600 પોલીસ વધારીને 2900 કરવામાં આવી છે. સીસીટીવી કેમેરા, પાર્કિંગ, રસ્તા, રહેવાની સુવિધા માટે ડોરમેટરી, માર્ગનું ભોલેનાથની થીમ પર સુશોભન, શહેરને પણ રોશની, શણગાર, સેલ્ફી પોઈન્ટ, માહિતી કેન્દ્રો, 1,000 વોલેન્ટિયર, 300 સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા, ભોજન,  મહેમાનો દ્વારા ગિરનાર મહારાજની મહા આરતી, બુટ-ચંપલ રાખવા વ્યવસ્થા, દર્શન લાઈનોની ગાઈડ લાઈન, જલાભિષેક

દબાણ દૂર કરાયા

ભવનાથ વિસ્તારમાં 50 જેટલા નાના-મોટા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. 84 દુકાનોને  દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી પછી તોડી પડાયા હતા,ગીરનાર સીડી પર દબાણો જોવા મળે છે. વન તંત્ર ગિરનાર પર્વતના દબાણો દૂર કરતા નથી.

● દબાણ તોડાયું

ભવનાથ વિસ્તારના ભારતનું પ્રથમ સુદર્શન તળાવ અશોકના સમયથી છે. તેની નજીક ગેરકાયદેસર દબાણ કરીને રહેતા સાધુ શિવગિરિ જયદેવગીરી (શિવગીરી)ના આશ્રમને બુલડોઝરથી તોડી પડાયું હતું. તેના ઘરમાંથી તલવાર, ભાલા, કુહાડી, ધારિયા, છરી, ખંજર અને ગદા જેવા 60 તીક્ષ્ણ હથિયારો મળ્યા હતા,હથિયારના કાયદા હેઠળ સાધુ શિવગિરિની અટકાયત કરી હતી.

4 ફેબ્રુઆરી 2023માં ભવનાથ દત્ત ચોકથી ગીરનાર સીડી સુધીના 84 દબાણ અહીં દૂર કરાયા હતા.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા
  • May 25, 2026

દિલીપ પટેલ, અમદાવાદ, 24 મે 2026 Dwarka Green Energy Farmers Protest: ગુજરાતની કુલ પવન ઊર્જા ઉત્પાદન ક્ષમતા 7,542 મેગાવોટ છે, જે ભારતમાં તમિલનાડુ (9,304 મેગાવોટ) પછી બીજી સૌથી મોટી સ્થાપિત…

Continue reading
Congress Corruption Allegations: 2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા! તો 12 વર્ષ સુધી મોદી એ કોઈ પગલાં કેમ ના લીધા!
  • May 25, 2026

12 લાખ કરોડના ભ્રષ્ટાચારમાં મોદી પગલાં ન લીધા, પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ચાલ દિલીપ પટેલ અમદાવાદ, 24 મે 2026 Congress Corruption Allegations: નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ

  • May 25, 2026
  • 3 views
Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ

RBI India Outbound Travel: શું પીએમ મોદીની અપીલ બાદ ભારતીયોએ વિદેશ પ્રવાસો પર મૂક્યો કાપ?: આરબીઆઈના આંકડામાં થયો મોટો ખુલાસો, બે મહિનામાં કરોડો ડોલરનો ખર્ચ ઘટ્યો

  • May 25, 2026
  • 3 views
RBI India Outbound Travel: શું પીએમ મોદીની અપીલ બાદ ભારતીયોએ વિદેશ પ્રવાસો પર મૂક્યો કાપ?: આરબીઆઈના આંકડામાં થયો મોટો ખુલાસો, બે મહિનામાં કરોડો ડોલરનો ખર્ચ ઘટ્યો

Jairam Ramesh: અમેરિકા સામે વડાપ્રધાન મોદીની શરણાગતિ? $૫૦૦ અબજની આયાતના ખુલાસા પર જયરામ રમેશના પીએમ મોદીને ૫ સવાલ

  • May 25, 2026
  • 4 views
Jairam Ramesh: અમેરિકા સામે વડાપ્રધાન મોદીની શરણાગતિ? $૫૦૦ અબજની આયાતના ખુલાસા પર જયરામ રમેશના પીએમ મોદીને ૫ સવાલ

Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા

  • May 25, 2026
  • 5 views
Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા

Congress Corruption Allegations: 2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા! તો 12 વર્ષ સુધી મોદી એ કોઈ પગલાં કેમ ના લીધા!

  • May 25, 2026
  • 7 views
Congress Corruption Allegations: 2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા! તો 12 વર્ષ સુધી મોદી એ કોઈ પગલાં કેમ ના લીધા!

Arvind Kejriwal: પેટ્રોલ-ડીઝલ ભાવવધારા પર કેજરીવાલનો મોદી સરકાર પર હુમલો, કહ્યું- જનતાને ‘ધીમું ઝેર’ આપવામાં આવી રહ્યું છે

  • May 24, 2026
  • 5 views
Arvind Kejriwal: પેટ્રોલ-ડીઝલ ભાવવધારા પર કેજરીવાલનો મોદી સરકાર પર હુમલો, કહ્યું- જનતાને ‘ધીમું ઝેર’ આપવામાં આવી રહ્યું છે