Iran War: ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ ઉપર કર્યા વધુ હુમલા! કુલ 13 અમેરિકન સૈનિકોના મોત ; 150 ઘાયલ

  • World
  • March 14, 2026
  • 0 Comments

Iran War: ઈરાન યુદ્ધમાં સામસામે ચાલુ રહેલા હુમલાઓમાં બન્ને પક્ષે નુકસાન થઈ રહ્યું છે અને અમેરિકાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 13 અમેરિકન જવાનો શહીદ થયા છે.ઈરાને કુવૈત અને સાઉદી અરેબિયામાં કરેલા ડ્રોન હુમલામાં 7 જવાનોના મોત થયા હતા, જ્યારે ગઈકાલની વિમાની દુર્ઘટનામાં વધુ 6 જવાનોના મોત થયા છે, ઈરાન સમર્થિત ઈરાકી જૂથ ‘ઈસ્લામિક રેઝિસ્ટન્સ ઇન ઈરાક’ એ દાવો કર્યો છે કે તેઓએ જ આ અમેરિકન વિમાનને તોડી પાડ્યું છે. જોકે, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) હજુ સુધી કોઈ આ પ્રકારના હુમલાની પુષ્ટિ કરી નથી.

ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા થયેલા હુમલો અને ચાલુ રહેલા અત્યારસુધીના આ યુદ્ધમાં 150 અમેરિકન સૈનિકો પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.ઈરાને અમેરિકન થાણા ઉપર હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે અને વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયામાં આવેલા ‘પ્રિન્સ સુલતાન એરબેઝ’ પર ઈરાને મિસાઈલ હુમલો કરતા અમેરિકન વાયુસેનાના પાંચ રિફ્યુલિંગ વિમાનો (KC-135)ને નુકશાન થયું હતું જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.

જોકે,આ અહેવાલમાં એવો દાવો પણ કરાયો છે કે ઇરાનના હુમલાનો ભોગ બનેલા આ વિમાનો હજુ સક્રિય સ્થિતિમાં છે જેનું સમારકામ ચાલી રહ્યુ છે.આ પહેલા ગઈકાલે ઇરાકમાં પણ અમેરિકી વાયુસેનાનું એક વિમાન ‘બોઇંગ KC-135 રિફ્યુલિંગ’ ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં સવાર તમામ 6 ક્રૂ મેમ્બર્સના મોત થયા હતા

આ સિવાય નવા અપડેટમાં યુએઇ નજીક શારજહાંમાં અમેરિકાના યુદ્ધજહાજ પર ઇરાને ભયાનક હુમલો કરતા જહાજ બળીને રાખ થઈ ગયાની પ્રેસ ટીવીના અહેવાલમાં વિગતો સામે આવી છે.બગદાદમાં અમેરિકન એમ્બેસી ઉપર પણ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે,ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ અનુસાર, મિસાઈલ દૂતાવાસ પરિસરની અંદર બનેલા હેલિકોપ્ટર ઉતરવાના વિસ્તાર (હેલિપેડ) પર પડી હતી.

જ્યારે ઈઝરાયેલ ઉપર ઈરાન અને હિઝબુલ્લાહે સાથે મળી વ્યાપક હુમલા કર્યા છે.આમ,હુમલાઓ ચાલુ છે અને એકબીજા દ્વારા હુમલા અને તેના નુકશાનના દાવા કરવામાં આવી રહયા છે,જોકે,ઇરાને હજુપણ પીછેહટ કરી નથી પરિણામે યુદ્ધ લાંબુ ખેંચાવાની શકયતા વધી ગઇ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Trump: ઈરાન-અમેરિકા વચ્ચે હવે રશિયાની એન્ટ્રી! ઇરાને હોર્મુઝ મુદ્દે ટ્રમ્પને મોકલ્યો નવો પ્રસ્તાવ!
  • April 28, 2026

Trump: ઇરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો પડી ભાંગ્યા બાદ ઈરાને હોર્મુઝ માર્ગ બંધ કરી દીધો છે ઇરાનનું કહેવું છે કે જો અમેરિકા નાકાબંધી હઠાવે તો તેઓ હોર્મુઝ ખોલવા તૈયાર છે…

Continue reading
America: પાકિસ્તાન અમેરિકાનું પીઠઠું બની ગયું છે! ઈરાનના હિતો કરતા પાકિસ્તાનને અમેરિકાની વધુ ચિંતા છે! ઈરાની સાંસદે કર્યો ધડાકો
  • April 27, 2026

America: ઈરાને હવે પાકિસ્તાનની ભૂમિકા સવાલો ઉઠાવ્યા છે. ઈરાની સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ એક ટ્વીટમાં જણાવ્યું હતુ કે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે તટસ્થ નથી તે અમેરિકા તરફી વલણ ધરાવે છે ઈબ્રાહિમ રેઝાઈએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Farzana murder case vatva: 35 વર્ષ બાદ ખુલ્યો ફરઝાના હત્યાકાંડનો ભેદ, પતિએ જ રચ્યું હતું ખૂનનું ષડયંત્ર?

  • April 30, 2026
  • 3 views
Farzana murder case vatva: 35 વર્ષ બાદ ખુલ્યો ફરઝાના હત્યાકાંડનો ભેદ, પતિએ જ રચ્યું હતું ખૂનનું ષડયંત્ર?

Colombia Hippos Vantara: કોલંબિયાના ‘ડ્રગ લોર્ડ’ના હિપ્પો હવે જામનગરમાં? વન્યજીવ સંરક્ષણ કે જોખમી પ્રયોગ?

  • April 30, 2026
  • 8 views
Colombia Hippos Vantara: કોલંબિયાના ‘ડ્રગ લોર્ડ’ના હિપ્પો હવે જામનગરમાં? વન્યજીવ સંરક્ષણ કે જોખમી પ્રયોગ?

Gujarat Local Body Election: ગુજરાતમાં મુખ્ય વિપક્ષ કોણ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આંકડાઓએ કોંગ્રેસ અને AAP વચ્ચેનો તફાવત કર્યો સ્પષ્ટ

  • April 30, 2026
  • 14 views
Gujarat Local Body Election: ગુજરાતમાં મુખ્ય વિપક્ષ કોણ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આંકડાઓએ કોંગ્રેસ અને AAP વચ્ચેનો તફાવત કર્યો સ્પષ્ટ

Surat Ghee Ice Cream Adulteration: સુરતમાં ઘી અને આઈસ્ક્રીમમાં ભેળસેળનો મોટો પર્દાફાશ, 6 સેમ્પલ ફેઈલ થતા આરોગ્ય વિભાગ એક્શનમાં

  • April 30, 2026
  • 11 views
Surat Ghee Ice Cream Adulteration: સુરતમાં ઘી અને આઈસ્ક્રીમમાં ભેળસેળનો મોટો પર્દાફાશ, 6 સેમ્પલ ફેઈલ થતા આરોગ્ય વિભાગ એક્શનમાં

Gujarat Police Mobile Recovery Rate: ગુજરાત પોલીસને મોટી સફળતા, મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં ગુજરાતે નોંધાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ

  • April 30, 2026
  • 19 views
Gujarat Police Mobile Recovery Rate: ગુજરાત પોલીસને મોટી સફળતા, મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં ગુજરાતે નોંધાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ

Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP અને કોંગ્રેસને મોટો ઝટકો, હજારો ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

  • April 30, 2026
  • 11 views
Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP અને કોંગ્રેસને મોટો ઝટકો, હજારો ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત