Iran War: શુ ઈઝરાયેલના PM નેતન્યાહુ માર્યા ગયા? ઈરાને કહ્યું ‘જો જીવતા રહી ગયા હશેતો પણ ગમે ત્યાંથી શોધીને મારી નાખીશું!!

  • World
  • March 15, 2026
  • 0 Comments

Iran War: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધના આજે 16મો દિવસે ઘણું બધુ બદલાયું છે અને જે રીતે શરૂઆતના તબક્કામાં ઈઝરાયેલ અને અમેરિકાએ ઇરાન ઉપર હુમલો કર્યો અને ખામેનીની હત્યા થઈ ત્યારે મનાતું હતું કે એક બે દિવસમાં ઈરાન સરેન્ડર થઈ જશે પણ એવું ન થયું ઉલટાનું ઈઝરાયેલ અને અમેરિકાને હવે ઈરાન એકલું ભારે પડતું જણાય છે હવે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ માર્યા હોવાની વાતે ખળભળાટ મચાવી દીધો છે, જોકે,ઈઝરાયેલે તે અહેવાલો નકારી કાઢતા ઇરાને કહ્યું છે કે ‘જો જીવતા રહી ગયા હશે તો પણ તેઓને ગમેત્યારે શોધીને મારી નાખીશુ.

ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું છે કે જો ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ જીવતા હશે તો તેમને શોધીને મારી નાખીશુ, અલ જઝીરાના અહેવાલો મુજબ, IRGCએ કહ્યું કે ‘જો બાળકોનો હત્યારો જીવતો હશે, તો અમે પૂરી તાકાતથી તેનો પીછો કરીશું અને તેને મારી નાખીશું.’

IRGC એ કહ્યું કે નેતન્યાહુના મોતના સમાચાર કે તેમના પરિવાર સાથે દેશ છોડીને ભાગી જવાની વાત ઈઝરાયેલીઓમાં જોવા મળતો ગભરાટ કઈક અલગ સંદેશ આપે છે નેતન્યાહુ ઘણા સમયથી કોઈ સુરક્ષા મીટિંગ કે જાહેર કાર્યક્રમમાં દેખાયા ન હોવાથી તેઓના ભાગી જવાના કે માર્યા જવાની શંકાઓ વધુ ઘેરી બની છે.

જોકે, 13 માર્ચે નેતન્યાહુનો એક વીડિયો મેસેજ સામે આવ્યો હતો જેમાં તેઓએ ઇરાન અને હિઝબુલ્લાહ વિરુદ્ધ ઈઝરાયેલ કાર્યવાહી કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું, આ જ વીડિયોમાં એક ફ્રેમમાં તેમના જમણા હાથમાં છ આંગળીઓ દેખાતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પછી કેટલાક યુઝર્સે વીડિયોને AI અથવા ડીપફેક ગણાવ્યો હતો. લોકોનું કહેવું હતું કે, આ અસલી નેતન્યાહુ નથી.

આ દરમિયાન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. કેટલીક પોસ્ટમાં તેમની હત્યા થઈ હોવાનો અથવા દેશ છોડી દીધો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ પીએમ કાર્યાલયે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.

મહત્વનું છે કે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇરાનના હુમલામાં નેતન્યાહુની હત્યા થઈ ગઈ છે અથવા તેઓ જર્મની ભાગી ગયા છે પીએમ કાર્યાલયે નિવેદન જારી કરીને કહ્યું કે આ અહેવાલો ખોટા છે જોકે,ઈરાન ઝુકવા તૈયાર નથી અને હુમલાઓ ચાલુ રાખ્યા છે સાથેજ હોર્મૂઝ જળમાર્ગ બંધ રાખવામાં સફળ રહી અમેરિકા ઉપર દબાણ ચાલુ રાખ્યું છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઉંધી પડી રહી છે! ટ્રમ્પની અપીલ બાદ પણ વિશ્વના દેશોએ સાથ છોડ્યો!
  • March 15, 2026

Donald Trump: ઈરાન ઉપર હુમલો કર્યા બાદ હવે ઈઝરાયેલ અને અમેરિકાને ભારે પડી રહેલા ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ બંધ કરી દઈ વિશ્વભરના જહાજો ત્યાં રોકી દેતા આખી દુનિયામાં આર્થિક ફટકો…

Continue reading
Iran War: દુનિયા બેહાલ,રશિયા માલામાલ ! દરરોજ 150 મિલિયન ડોલરની કમાણી
  • March 15, 2026

Iran War: ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. તાજેતરમાં તે પ્રતિ બેરલ $120 ની નજીક પહોંચી ગયો છે અને હજુ પણ $100 ની ઉપર ટ્રેડ થઈ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઉંધી પડી રહી છે! ટ્રમ્પની અપીલ બાદ પણ વિશ્વના દેશોએ સાથ છોડ્યો!

  • March 15, 2026
  • 1 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઉંધી પડી રહી છે! ટ્રમ્પની અપીલ બાદ પણ વિશ્વના દેશોએ સાથ છોડ્યો!

BJP: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના રાજમાં કૌભાંડોની હારમાળા! નેતાઓના પરાક્રમો જોઈ જનતા ચોંકી ગઈ!

  • March 15, 2026
  • 3 views
BJP: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના રાજમાં કૌભાંડોની હારમાળા! નેતાઓના પરાક્રમો જોઈ જનતા ચોંકી ગઈ!

Adani: અદાણીની કંપનીએ સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરૂ કર્યું! વિરોધ વચ્ચે વીજ લાઈન નાખશે! ખેડૂતોમાં આક્રોશ

  • March 15, 2026
  • 1 views
Adani: અદાણીની કંપનીએ સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરૂ કર્યું! વિરોધ વચ્ચે વીજ લાઈન નાખશે! ખેડૂતોમાં આક્રોશ

Iran War: શુ ઈઝરાયેલના PM નેતન્યાહુ માર્યા ગયા? ઈરાને કહ્યું ‘જો જીવતા રહી ગયા હશેતો પણ ગમે ત્યાંથી શોધીને મારી નાખીશું!!

  • March 15, 2026
  • 7 views
Iran War: શુ ઈઝરાયેલના PM નેતન્યાહુ માર્યા ગયા? ઈરાને કહ્યું ‘જો જીવતા રહી ગયા હશેતો પણ ગમે ત્યાંથી શોધીને મારી નાખીશું!!

Hilsa Fish: હિલ્સા માછલી ભાડભૂતમાં કેમ ઓછી આવે છે? જાણો

  • March 15, 2026
  • 6 views
Hilsa Fish: હિલ્સા માછલી ભાડભૂતમાં કેમ ઓછી આવે છે? જાણો

Iran War: દુનિયા બેહાલ,રશિયા માલામાલ ! દરરોજ 150 મિલિયન ડોલરની કમાણી

  • March 15, 2026
  • 9 views
Iran War: દુનિયા બેહાલ,રશિયા માલામાલ ! દરરોજ 150 મિલિયન ડોલરની કમાણી