Iran War: રશિયાના ફાયટર જેટ અચાનક ઈરાનમાં પ્રવેશ્યા અને મોજતબાને મોસ્કો લઈ ગયા! હવે શું થશે? વિશ્વયુદ્ધ ફાટી નીકળશે?

  • World
  • March 16, 2026
  • 0 Comments

Iran War: ઈરાનને ઘૂંટણીએ પાડી દઈ તેના તેલ ભંડાર ઉપર કબ્જો કરવા તલપાપડ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ઉપર હુમલો કરી ભેરવાઈ ગયા છે અને મોટાપાયે આર્થિક નુકશાન થયું અને હજુસુધી કઈ મેળવી શક્યા નથી હવે ટ્રમ્પ જેઓને શોધી રહયા છે અને મોટું ઇનામ રાખ્યું છે તે ઇરાનના નવા લીડર મોજતબા રશિયા પહોંચી ગયા છે જ્યાં સારવાર લઈ રહયાના અહેવાલોએ ટ્રમ્પની ઊંઘ ઉડાડી દીધી છે, હવે રશિયાએ ઇરાનને ખુલ્લુ સમર્થન આપ્યું છે અને હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ઈરાનના સુપ્રીમો મોજતબા ખામેનીને રશિયામાં લઈ જઈ તેઓની સારવાર ચાલુ કરી હોવાના અહેવાલ છે.

કતારના અરબી અખબાર, અલ-જરીદા અનુસાર ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબાને સ્વાસ્થ્ય અને સુરક્ષા કારણોસર ખૂબ જ ગુપ્ત રીતે રશિયા લઈ જવામાં આવ્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે તેમને રશિયન લશ્કરી વિમાન દ્વારા મોસ્કો લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી અને હાલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ ગુરુવારે ઈરાનથી મોસ્કો પહોંચ્યા હતા હાલ,મોજતબા ખામેનીને ક્રેમલિનમાં રાખવામાં આવ્યા છે. બોમ્બમારા અને હવાઈ હુમલા વચ્ચે રશિયન લશ્કરી વિમાનોએ તેમને સુરક્ષિત રીતે મોસ્કો પહોંચાડ્યા હતા, રશિયાનું આ પગલું તેને આ યુદ્ધમાં સીધું સામેલ કરી શકે છે અને ત્યારબાદ આગળ યુદ્ધ ચાલ્યું તો વિશ્વયુદ્ધ થતા કોઈ રોકી શકે તેમ નહિ હોવાનું વિશ્લેષકોનું માનવું છે.

જે દિવસથી અમેરિકાએ ઈરાનમાં પોતાના ફાઇટર જેટ ઉડાવ્યા, ત્યારથી રશિયા સતત તેની નિંદા કરી રહ્યું છે. તે આ મામલો યુનાઇટેડ સ્ટેટ્સ સિક્યુરિટી કાઉન્સિલમાં પણ લઈ ગયું. રશિયાએ ઈરાનને નૈતિક ટેકો આપ્યો જ નહીં, પરંતુ અમેરિકા-ઇઝરાયલી ખમેનીની હત્યાનો પણ ઉગ્ર વિરોધ કર્યો. જ્યારે ઈરાને મોજતબા ખમેનીને પોતાના નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટ્યા, ત્યારે રશિયા તેમને અભિનંદન આપનારા થોડા દેશોમાંનો એક હતો. આ સમયે રશિયાએ મોજતબા ખમેનીના સ્વાસ્થ્ય માટે ચિંતા દર્શાવવાનું શરૂ કર્યું. અલ-જરીદાના જણાવ્યા અનુસાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પજેશ્કિયાન સાથેની વાતચીત દરમિયાન, પુતિને પોતે મોજતબા ખામેનીને મોસ્કો લાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને ઈરાને ખામેનીની સુરક્ષા કારણોસર સ્વીકારી લીધો હતો.

અમેરિકાએ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની માટે $10 મિલિયન ડોલર એટલે કે લગભગ ₹93 કરોડના ઈનામની જાહેરાત કરી છે. આ ઈનામની જાહેરાત યુએસ રિવોર્ડ્સ ફોર જસ્ટિસ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવી હતી. તેમાં જણાવાયું છે કે મોજતબા ખામેનીની સહિત અન્ય ટોચના ઈરાની અધિકારીઓના ઠેકાણા અથવા પ્રવૃત્તિઓ વિશે મહત્વપૂર્ણ માહિતી આપનાર કોઈપણ વ્યક્તિને આ ઈનામ આપવામાં આવશે, હવે જ્યારે મોજતબા ખામેની જો રશિયામાં છે,તો શું ટ્રમ્પ હવે પુતિન પાસેથી ખામેનીને સોંપવાની માંગ કરશે? પરંતુ જ્યારે તેમની વચ્ચે કોઈ સંધિ નથી ત્યારે આ કેવી રીતે થઈ શકશે? તેથી મોજતબા હજુ પણ ટ્રમ્પની પહોંચની બહાર છે.

ઈરાન યુદ્ધમાં રશિયાની ભૂમિકા શું રહી છે?

● અત્યાર સુધી રશિયા સીધા સંઘર્ષમાં પ્રવેશ્યું નથી પરંતુ રશિયા ઈરાનને નૈતિક સમર્થન અને ગુપ્ત માહિતી શેર કરી રહ્યું છે.

● ઇરાનના પરમાણુ કાર્યક્રમને વિનાશક ગણાવી જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે હુમલો કર્યો ત્યારે રશિયાએ સતત ઇઝરાયલ પાસેથી પુરાવા માંગ્યા હતા અને પુરાવા વગર કરેલા હુમલાની નિંદા કરી હતી.

● રશિયાએ ટોચના ઈરાની અધિકારીઓ અને વિદેશ પ્રધાન સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે અને સતત કહ્યું છે કે ઈરાન પર અમેરિકાનો હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન હતું. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પને યુદ્ધ સમાપ્ત કરવાની યોજના પણ ઓફર કરી હતી, જેને તેમણે નકારી કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે રશિયા અને ઈરાન વચ્ચે જૂન 2025થી જ વ્યૂહાત્મક ભાગીદારીના કરારો થયેલા છે, જે અંતર્ગત રશિયા ઈરાનને સૈન્ય અને ટેકનિકલ સહાય પૂરી પાડી રહ્યું છે.

આ પગલું મધ્ય પૂર્વના યુદ્ધમાં રશિયાની વધતી સક્રિયતા અને અમેરિકા સાથેના તેના સીધા સંઘર્ષની શક્યતાઓને દર્શાવે છે.

આમ,ઈરાનને સતત સપોર્ટ કરનાર રશિયા આખરે નવા સુપ્રીમોને પોતાના દેશમાં લઈ ગયું અને તેની અમેરિકા-ઈઝરાયેલને ભણક પણ ન આવી તે વાત ભારે ચર્ચાસ્પદ બની છે અને હવે રશિયા ઈરાન તરફી ખુલ્લું પડ્યું છે ત્યારે બે મહાસત્તા વચ્ચે ટકરાવ થવાના અણસાર તેજ બન્યા છે

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય