Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને યોગ ગુરુજી ઊંચકાઇ ગયા!

Ahmedabad: આજકાલ નકલી ચલણી નોટોના કાળા કારોબારે દેશની આર્થિક કમ્મર તોડી નાખી છે અને બધું ધમધોકાર ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલા એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી એક ફોર્ચ્યુનરમાં લઇ જવાતી રૂપિયા 500ના દરની રૂ.2 કરોડથી વધુની કિંમતની નકલી ચલણી નોટો સાથે 7 ઈસમોની ધરપકડ કરી છે.

જેની પ્રાથમિક તપાસમાં સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હોવાની માહિતીના આધારે પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી જેમાં મોટા ખુલાસા થયા હતા.

પોલીસે જે ફોર્ચ્યુનર ગાડી પકડી તે સત્યમ યોગ ફાઉન્ડેશન આશ્રમની હતી આ ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હોવાની વાત સામે આવી બીજું આ કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનું બોર્ડ હતું જે ચોંકાવનારુ હતું.

ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી પકડાયેલી નોટોનું કનેક્શન સુરતમાં ખુલતા બન્ને જગ્યાએ તપાસ દરમિયાન અમદાવાદમાંથી મળેલી રૂ. 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો મળી હતી જે કબ્જે કરી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમના પ્રદીપ ગુરુજીની ધરપકડ કરવામાં આવી હતી.

વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે હાઈ ક્વોલિટીની નકલી નોટની હેરાફેરી થઈ રહી છે જેના આધારે એસીપી અને પીઆઈની ટીમ બનાવીને અમરાઈવાડીમાં તપાસ કરીને બાતમી મુજબની ફોર્ચ્યુનર ગાડી રોકવામાં આવી હતી. આ ગાડીમાં તપાસ કરતા 2.10 કરોડની 500ના દરની નકલી નોટો મળી આવી હતી. નકલી નોટો સાથે 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ નકલી નોટ સુરતમાંથી આવી હોવાથી સુરત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ સુરત પોલીસે તપાસ કરતા બીજી 28 લાખની વધુ નકલી નોટો મળી હતી. સુરતમાંથી નોટ પ્રિન્ટિંગનો સામાન મળી આવ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ ચાઇનાથી એજન્ટ મારફતે નોટનું મટીરિયલ અને સામાન ઈમ્પોર્ટ કરતા હતા.
જેના બદલામાં ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ નોટોમાં સેટિંગ કરવા માટે ચેટ જીપીટી AI ટુલનો ઉપયોગ કર્યો હતો.

આરોપીઓ અગાઉ પણ 20 લાખ રૂપિયાની નકલી નોટો વટાવી ચૂક્યા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે આ ગોરખધંધો છેલ્લા છ મહિનાથી ચાલતો હતો, આરોપીઓ મટીરિયલ માટે ચાઇનીઝ એજન્ટનો કોન્ટેક્ટ કરતા હતા અને તેમની પાસેથી હાઇ ક્વોલિટી કાગળ અને સિક્યુરિટી ફીચર્સને લગતી જરૂરી વસ્તુઓ મેળવી લેતા હતા.આ નોટો સાથે યોગગુરૂ પ્રદીપ પણ પકડાયો છે.

નોટો વટાવવા 20 થી 25 ટકા કમિશન આપતા આરોપીઓ અગાઉ છાપેલી નોટો અલગ અલગ જિલ્લામાં પણ વટાવી છે.નોટો વટાવવા એજન્ટને 20 થી 25 ટકા કમિશન આપવાનું નક્કી કર્યું હતું.નોટો પૈકી તપાસવા RBI અને FSL માં મોકલવામાં આવશે.નોટો સામાન્ય રીતે ઓળખવી પણ અઘરી હોય તે પ્રકારની હતી.આરોપીઓ સુરતમાં પ્રિન્ટિંગ પ્રેસમાં નોટો છાપતા હતા બહારથી લોકોને સ્ટેશનરીનું કામ ચાલતું હોય તેવું લાગતું હતું A 4સાઈઝમાં ત્રણ નોટ બનતી હતી.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલા શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અનેક દસ્તાવેજો કબ્જે કર્યા છે. નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબ્જે કરાયા હતા.

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના રો હાઉસના મકાન નંબર 77માં અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દરોડા પાડ્યા હતા, જેમાં યોગગુરૂ પ્રદિપ સાથે સંકળાયેલા અન્ય લોકો તેમજ આ નેટવર્કની સઘન તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 3 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

  • August 4, 2026
  • 5 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

  • August 4, 2026
  • 9 views
Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 16 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી