Yogi Government: યોગી સરકારના મંત્રીઓની અધિકારી વર્ગમાં કોઈ કિંમત નહિ! મંત્રી અસીમ અરુણની ઈજ્જતનો થયો ફાલૂદો!

Yogi Government: ઉત્તર પ્રદેશમાં હવે રાજકીય નેતાઓની કોઈ કિંમત રહી નથી અને અધિકારીઓ માત્ર યોગીજીનો જ આદેશ માનતા હોવાનું સપાટી ઉપર આવ્યું છે, યુપીના સમાજ કલ્યાણ મંત્રી અસીમ અરુણ અને કન્નૌજ જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે તાજેતરમાં પ્રોટોકોલના ઉલ્લંઘનને લઈને વિવાદ સર્જાયો છે.

વાત જાણે એમ છે કે કન્નૌજમાં આયોજિત એક સરકારી કાર્યક્રમમાં મંત્રી અસીમ અરુણ મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ મળ્યું હતું જેથી તેઓ તે દિવસે નિર્ધારિત સમયે સાંજે 5:15 વાગ્યે સ્થળ ઉપર પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં તેમનું સ્વાગત કરવા કોઈ વરિષ્ઠ અધિકારી હાજર નહોતા.

મંત્રીએ કલેક્ટર (DM) અને અન્ય અધિકારીઓની અંદાજે 45 મિનિટ સુધી રાહ જોઈ હતી. સ્ટેજ પરથી વારંવાર જાહેરાત કરવામાં આવતી હતી કે કાર્યક્રમ DM સાહેબ આવ્યા પછી જ શરૂ થશે જોકે, અધિકારીઓની ગેરહાજરી અને વિલંબથી નારાજ થઈને અસીમ અરુણ કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા.

આ ઘટના બાદ તેમણે કન્નૌજ જિલ્લા મેજિસ્ટ્રેટ આશુતોષ મોહન અગ્નિહોત્રીને એક પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે લખ્યું કે આ અનુભવ શિષ્ટાચાર અને સમયબદ્ધતાથી તદ્દન વિપરીત હતો અને વહીવટી અધિકારીઓને શિસ્ત જાળવવાની સલાહ આપી હતી.

આ ઘટનાના વિરોધમાં બીજા દિવસે ભાજપના કાર્યકરોએ રસ્તા પર ઉતરીને જિલ્લા વહીવટી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને અધિકારીઓને હટાવવાની માંગ કરી હતી, આ ઘટનાને કારણે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે વહીવટી તંત્ર (અફસરશાહી) મંત્રીના પ્રોટોકોલને ગંભીરતાથી લઈ રહ્યું નથી.

આ મુદ્દા ઉપર સ્થાનિક પત્રકાર શિવકુમાર મિશ્રાએ વિસ્તુત છણાવટ કરી વધુ વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Nasik: લંપટ બાબાએ અનેક મહિલાઓ ઉપર રેપ કર્યો! જાતીય આવેગ વધારવા ખાસ મધ વેચતો ! વગદાર હસ્તીઓ સાથે હતા ઘનિષ્ઠ સબંધ!
  • March 27, 2026

Nasik: ભારતમાં ‘બાબાઓ’ની ભારે બોલબાલા છે અને આવા લંપટો અગાઉ પણ કેટલાય પકડાયા હોવાછતાં અનેક બાબાઓ તેમની કામલીલા કરવામાં સફળ રહયા છે ત્યારે મહારાષ્ટ્રના નાસિકમાં મહિલાઓનું જાતીય શોષણ કરવા બદલ…

Continue reading
Narendramodi: દેશમાં લાગેલી કતારોને સરકાર અફવા ગણાવે છે! તો પછી મોદી સાહેબ એમ કહે છે કે “કોરોના જેવી સ્થિતિ માટે તૈયાર થઈ જાવ!” નિવેદનોમાં વિરોધાભાસની સ્થિતિ
  • March 27, 2026

Narendramodi: ઈરાન અને ઈઝરાયેલ/અમેરિકા વચ્ચેના સંઘર્ષની ભારત પર હવે ગંભીર અસરો પડવાનું શરૂ થઈ ચૂક્યું છે, એક તરફ સરકાર “સબ સલામત”નો દાવો કરે છે તો બીજી તરફ ખુદ વડાપ્રધાન સ્વીકારીને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yogi Government: યોગી સરકારના મંત્રીઓની અધિકારી વર્ગમાં કોઈ કિંમત નહિ! મંત્રી અસીમ અરુણની ઈજ્જતનો થયો ફાલૂદો!

  • March 28, 2026
  • 1 views
Yogi Government: યોગી સરકારના મંત્રીઓની અધિકારી વર્ગમાં કોઈ કિંમત નહિ! મંત્રી અસીમ અરુણની ઈજ્જતનો થયો ફાલૂદો!

Israel: ઈરાન યુદ્ધમાં હૂતી વિદ્રોહીઓની ખુલ્લી એન્ટ્રી! ઈઝરાયેલ ઉપર ઝીંકી મિસાઇલો! સમગ્ર વિશ્વમાં ચિંતા!

  • March 28, 2026
  • 2 views
Israel: ઈરાન યુદ્ધમાં હૂતી વિદ્રોહીઓની ખુલ્લી એન્ટ્રી! ઈઝરાયેલ ઉપર ઝીંકી મિસાઇલો! સમગ્ર વિશ્વમાં ચિંતા!

Election Fund: ગુજરાતમાં ભાજપ એકલાને મળ્યું ₹308.38 કરોડનું દાન! કોંગ્રેસને ₹70 લાખ તો AAPનું ₹10.10 લાખથી ખાતું ખુલ્યું!

  • March 28, 2026
  • 4 views
Election Fund: ગુજરાતમાં ભાજપ એકલાને મળ્યું ₹308.38 કરોડનું દાન! કોંગ્રેસને ₹70 લાખ તો AAPનું ₹10.10 લાખથી ખાતું ખુલ્યું!

Iran War Update: ઈઝરાયેલે ઈરાન ઉપર મોટો હુમલો કરી વિશ્વને મેસેજ આપ્યો કે “ઈરાન ઉપર હુમલા બંધ કરવાનો હક્ક ટ્રમ્પને કોણે આપ્યો?” ટ્રમ્પની ફજેતી!

  • March 28, 2026
  • 6 views
Iran War Update: ઈઝરાયેલે ઈરાન ઉપર મોટો હુમલો કરી વિશ્વને મેસેજ આપ્યો કે “ઈરાન ઉપર હુમલા બંધ કરવાનો હક્ક ટ્રમ્પને કોણે આપ્યો?” ટ્રમ્પની ફજેતી!

Donald Trump: ટ્રમ્પની નાદાનીયત વિશ્વને ભારે પડી રહી છે!! ‘હોર્મુઝ સ્ટ્રેટ’ બાદ હવે ‘બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ’ પણ બંધ થશે?

  • March 27, 2026
  • 10 views

  • 14 views
Nasik: લંપટ બાબાએ અનેક મહિલાઓ ઉપર રેપ કર્યો! જાતીય આવેગ વધારવા ખાસ મધ વેચતો ! વગદાર હસ્તીઓ સાથે હતા ઘનિષ્ઠ સબંધ!