Iran War Update: ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ માટે પાકિસ્તાને કરી મધ્યસ્થી! ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા કર્યો ઇન્કાર

  • World
  • April 6, 2026
  • 0 Comments

Iran War Update: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાની દિશામાં વાત ચાલી રહી હોવાના અહેવાલો છે ટાઈમ્સ ઓફ ઈઝરાયલના રિપોર્ટ મુજબ, પાકિસ્તાન બંને દેશોને યુદ્ધવિરામ માટેનો પ્રસ્તાવ લાવ્યુ છે પાકિસ્તાને આ ડીલને અસ્થાયી રૂપે ‘ઈસ્લામાબાદ એકોર્ડ’ નામ આપ્યું છે, જેને બે તબક્કામાં વહેંચવામાં આવ્યું છે.

પ્રથમ તબક્કામાં તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ થશે, જ્યારે બીજા તબક્કા હેઠળ 15થી 20 દિવસની અંદર અંતિમ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે અમેરિકી અને ઈરાની નેતાઓ સાથે રાતભર ચર્ચા કરી હતી આ પ્રસ્તાવમાં પહેલી શરત હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની વાત સામેલ છે, જેથી વૈશ્વિક તેલ પુરવઠો સામાન્ય થઈ જાય અને મોટું સંકટ ટળી જાય.

આ સિવાય અમેરિકી મીડિયા એક્સિઓસમાં પણ કહેવામાં આવ્યું છે કે બંને દેશો વચ્ચે 45 દિવસનો યુદ્ધવિરામ લાગુ થઈ શકે છે, જે દરમિયાન કાયમી શાંતિ કરાર પર વાતચીત થશે. આ વાતચીતમાં પાકિસ્તાન, ઈજિપ્ત અને તુર્કી મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહયા છે.

જોકે,પાકિસ્તાનનો પ્રસ્તાવ છતાં ઈરાને અસ્થાયી યુદ્ધવિરામના બદલામાં હોર્મુઝ ખોલવાનો ઇન્કાર કરી દીધો છે ઈરાને કહ્યું છે કે તે અસ્થાયી યુદ્ધવિરામના બદલામાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા તે તૈયાર નથી. રોયટર્સ સાથેની વાતચીતમાં એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાનના પ્રસ્તાવની સમીક્ષા ચાલી રહી છે, પરંતુ દબાણમાં નિર્ણય લેવામાં આવશે નહીં.

અધિકારીના મતે, તેહરાન ‘ટેમ્પરરી સીઝફાયર’ના બદલામાં કોઈ છૂટછાટ આપશે નહીં અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે નહીં. તેમણે કહ્યું કે ઈરાનને લાગે છે કે અમેરિકા કાયમી યુદ્ધવિરામ માટે તૈયાર નથી, તેથી અસ્થાયી ડીલનો કોઈ અર્થ નથી અધિકારીએ પુષ્ટિ કરી કે પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો પ્રસ્તાવ મળ્યો છે, જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે પણ હજુ કોઈ નિર્ણય લીધો નથી આમ,પહેલી જે શરત છે તે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની વાતનો જ ઈરાને ઇન્કાર કરતા લાગે છે કે સંઘ કાશીએ પહોંચે તેવું લાગતું નથી.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Ukraine Drone Attack Hostel: યુક્રેનના હોસ્ટેલ પર ડ્રોન હુમલા બાદ પુતિનનો કડક સંદેશ, રશિયાએ વળતી કાર્યવાહીની તૈયારી શરૂ કરી
  • May 23, 2026

Ukraine Drone Attack Hostel: રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી, ૨૦૨૨ થી ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે વધુ રક્તરંજિત અને ગંભીર વળાંક પર પહોંચી ગયું છે. રશિયાએ સત્તાવાર દાવો કર્યો છે…

Continue reading
Tulsi Gabbard Resignation: તુલસી ગબાર્ડના રાજીનામા બાદ ઈરાનની પ્રશંસા, ટ્રમ્પ સરકારને ગણાવી ‘ઈઝરાયેલની કઠપૂતળી’
  • May 23, 2026

Tulsi Gabbard Resignation: અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગ (Director of National Intelligence – DNI) ના ડાયરેક્ટર તુલસી ગબાર્ડે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા વૈશ્વિક રાજકારણ અને ગુપ્તચર વર્તુળોમાં ભારે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jairam Ramesh: અમેરિકા સામે વડાપ્રધાન મોદીની શરણાગતિ? $૫૦૦ અબજની આયાતના ખુલાસા પર જયરામ રમેશના પીએમ મોદીને ૫ સવાલ

  • May 25, 2026
  • 2 views
Jairam Ramesh: અમેરિકા સામે વડાપ્રધાન મોદીની શરણાગતિ? $૫૦૦ અબજની આયાતના ખુલાસા પર જયરામ રમેશના પીએમ મોદીને ૫ સવાલ

Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા

  • May 25, 2026
  • 3 views
Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા

Congress Corruption Allegations: 2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા! તો 12 વર્ષ સુધી મોદી એ કોઈ પગલાં કેમ ના લીધા!

  • May 25, 2026
  • 6 views
Congress Corruption Allegations: 2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા! તો 12 વર્ષ સુધી મોદી એ કોઈ પગલાં કેમ ના લીધા!

Arvind Kejriwal: પેટ્રોલ-ડીઝલ ભાવવધારા પર કેજરીવાલનો મોદી સરકાર પર હુમલો, કહ્યું- જનતાને ‘ધીમું ઝેર’ આપવામાં આવી રહ્યું છે

  • May 24, 2026
  • 5 views
Arvind Kejriwal: પેટ્રોલ-ડીઝલ ભાવવધારા પર કેજરીવાલનો મોદી સરકાર પર હુમલો, કહ્યું- જનતાને ‘ધીમું ઝેર’ આપવામાં આવી રહ્યું છે

Vinesh Phogat: વિનેશ ફોગાટ પર પ્રતિબંધ મુકનાર કુસ્તી મહાસંઘ પર દિલ્હી હાઇકોર્ટ લાલચોળ: કહ્યું- રમત અને ખેલાડીઓ સાથે બદલાની ભાવનાથી કામ ન કરો

  • May 24, 2026
  • 4 views
Vinesh Phogat: વિનેશ ફોગાટ પર પ્રતિબંધ મુકનાર કુસ્તી મહાસંઘ પર દિલ્હી હાઇકોર્ટ લાલચોળ: કહ્યું- રમત અને ખેલાડીઓ સાથે બદલાની ભાવનાથી કામ ન કરો

Supreme Court UAPA Bail: સુપ્રીમ કોર્ટની બે બેન્ચો વચ્ચે જંગ! UAPA જામીન કાયદા પર મતભેદ વધતાં મામલો મોટી બેન્ચને સોંપાયો

  • May 24, 2026
  • 4 views
Supreme Court UAPA Bail: સુપ્રીમ કોર્ટની બે બેન્ચો વચ્ચે જંગ! UAPA જામીન કાયદા પર મતભેદ વધતાં મામલો મોટી બેન્ચને સોંપાયો