Ceasefire Violation: ઈરાને ફરી હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો! ટ્રમ્પની વિનાશક હુમલાની ફરી ધમકી! આજની શાંતિ મંત્રણામાં શુ થશે? વાંચો

  • World
  • April 10, 2026
  • 0 Comments

Ceasefire Violation: ઈરાન યુદ્ધથી વિશ્વ ઉપર મંદીના વાદળો ઘેરાયા છે ક્રૂડ ઓઇલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ જતા વિશ્વભરમાં મોંઘવારી વધી છે આવા સંજોગોમાં પાકિસ્તાને મધ્યસ્થી કરતા અમેરિકા માની ગયું અને બે અઠવાડિયાનો યુદ્ધ વિરામ થયો, ત્યારબાદ આજે શુક્રવારે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા કરવાનું નક્કી થયું પણ યુદ્ધ વિરામ થયાના કલાકોમાં જ ઈઝરાયલે લેબેનોન ઉપર ભયાનક હુમલો કર્યો જેમાં બૈરુતમાં 254નાં મોત થયા અને ૧,૧૬૫ લોકો ઈજાગ્રસ્ત થયા આ હુમલાને લઈ લેબનોનમાં ગુરુવારે શોક દિવસ જાહેર કરવામાં આવ્યો હતો.

ઈરાને અને મધ્યસ્થી બનેલ પાકિસ્તાને આ હુમલાને સીઝ ફાયરનું ઉલ્લંઘન ગણાવ્યું તો બીજી તરફ ટ્રમ્પ અને ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ સ્પષ્ટ કહી દીધું છે કે લેબનોન યુદ્ધવિરામમાં સામેલ ન હતું અને હુમલા હજુપણ ચાલુ રહેશે ઈઝરાયેલે લેબનોનની રાજધાની બૈરૂત સહિતના સ્થળોએ કરેલા હુમલાઓને કારણે હવે મધ્ય-પૂર્વમાં ફરી યુદ્ધની સ્થિતિ ઉભી થઇ ગઈ છે કારણ કે ઈરાને આ હુમલાને સીઝ ફાયરનું ઉલ્લંઘન ગણાવી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દઇ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત, કુવૈત અને કતાર પર ડ્રોન-મિસાઈલથી વળતો હુમલો કરી ફરી યુદ્ધ ચાલુ કરી દેતા હવે સીઝ ફાયરની ધજીયા ઉડી ગઈ છે.

ઇરાને હોર્મુઝની ખાડીમાંથી માઈન્સ દૂર કર્યા નથી અને જળ માર્ગ બંધ રાખતા જહાજો ત્યાંજ અટવાઈ ગયા છે, ટ્રમ્પ હવે નાટો દેશોને સાથ આપવા જણાવી રહયા છે બીજી તરફ યુદ્ધવિરામની જાહેરાત બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં થયેલો ઘટાડો અને શેરમાર્કેટમાં આવેલો ઉછાળો માત્ર કલાકો પૂરતો જ રહ્યો.
હવે ફરી યુદ્ધની સ્થિતિ સર્જાતા ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થઈ ગયો છે અને અનેક દેશોના શેરમાર્કેટમાં પણ તોતિંગ ઘટાડો થયો છે.

આમ, ફરી એકવાર વિશ્વભરમાં તોતિંગ ભાવ વધારો,મંદી, બેરોજગારી જેવી ગંભીર સ્થિતિ સર્જાવાની ભીતિ ઉભી થઇ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથેના કરારનો સંપૂર્ણ અમલ ન થાય ત્યાં સુધી અમેરિકન સૈનિકો તૈનાત રહેશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને ફરી ધમકી આપી હતી કે જો કરારનું પાલન નહીં થાય, તો નવેસરથી ભયાનક યુદ્ધ શરૂ થશે, જે પહેલાં કરતાં પણ વધુ વિનાશક હશે, ટ્રમ્પની ધમકી બાદ ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે હવે ટ્રમ્પ સાથે વાતો કરવાનો કોઈ અર્થ નથી તેઓએ કરારની શરતોનું પાલન કર્યું નથી.

પાકિસ્તાનમાં યોજાનારી શાંતિ મંત્રણાની બેઠક ઉપર સૌની નજર

ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝ ફાયર મુદે હજુપણ ગૂંચવણ છે ત્યારે આજે ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિમંડળ વચ્ચે પાકિસ્તાનમાં યોજાનારી બેઠકની સુરક્ષાની સમીક્ષા માટે અમેરિકાથી 30 સભ્યોની એક ટીમ ઇસ્લામાબાદ પહોંચી ગઈ છે.

પાકિસ્તાન આ શાંતિ મંત્રણા વાટાઘાટો માટે ઉત્સુક છે કારણકે આ મધ્યસ્થીથી પાકિસ્તાનની વૈશ્વિક સ્તરે શાખ વધી છે તેથી તે કોઈ કચાશ છોડવા માંગતું નથી અને યુદ્ધ વિરામ સફળ રહે તેવા પ્રયાસો કરી રહ્યું છે આ બેઠકમાં અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ટીમનું નેતૃત્વ કરશે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Lebanon: ઈરાન-પાકિસ્તાને લેબનોન પરના હુમલાને સીઝ ફાયરનું ઉલ્લંઘન ગણાવ્યું! ટ્રમ્પે કહ્યું કરારમાં લેબનોનનો સમાવેશ નહિ!
  • April 9, 2026

Lebanon: ઈરાન ઉપર હુમલા નહિ કરવા માટે 14 દિવસના સીઝ ફાયર માટે અમેરિકા અને ઈઝરાયેલ સંમત થઈ ગયા બાદ લેબનોન ઉપર ઈઝરાયલે ભયાનક હુમલો કરી દીધો જેમાં 254 લોકોના મોત…

Continue reading
Iran War Update: આખરે, ટ્રમ્પ-નેતન્યાહુ યુદ્ધ વિરામ માટે સંમત થયા! ઈરાનની આજની રાત ‘કતલની રાત’ હતી! વિશ્વના દેશોએ રાહતનો શ્વાસ લીધો!
  • April 8, 2026

Iran War Update: ઈરાન યુદ્ધ વિનાશક તબક્કામાં પહોંચી ચૂક્યું હતું અને ઈરાને અમેરિકા-ઈઝરાયેલને જરાપણ મચક નહિ આપતા ટ્રમ્પની જે પ્રકારે ભાષા હતી તેમાં મંગળવારે ઇરાનને નષ્ટ કરવાની ચેતવણી એ પરમાણુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sting Operation: પ.બંગાળમાં 1,000 કરોડના “મત સોદા”ના મામલે રાજકીય ભૂકંપ! હુમાયુ કબીરના સ્ટિંગ વીડિયોએ મચાવી ધમાલ! જુઓ વિડીયો

  • April 10, 2026
  • 3 views
Sting Operation: પ.બંગાળમાં 1,000 કરોડના “મત સોદા”ના મામલે રાજકીય ભૂકંપ! હુમાયુ કબીરના સ્ટિંગ વીડિયોએ મચાવી ધમાલ! જુઓ વિડીયો

PM Modi: નરેન્દ્ર મોદીએ જેનું જોર શોરથી ઉદઘાટન કર્યુ હતું તે વડોદરા બસ સ્ટેશનનું માળખું ‘ધડામ’ થઈ ગયું! એકનું મોત

  • April 10, 2026
  • 11 views
PM Modi: નરેન્દ્ર મોદીએ જેનું જોર શોરથી ઉદઘાટન કર્યુ હતું તે વડોદરા બસ સ્ટેશનનું માળખું ‘ધડામ’ થઈ ગયું! એકનું મોત

Social media: મોદી સરકારની ટીકા થતાં ગુજરાતમાં બે મહિનામાં જ 6 હજાર એકાઉન્ટ બંધ!!?

  • April 10, 2026
  • 6 views
Social media: મોદી સરકારની ટીકા થતાં ગુજરાતમાં બે મહિનામાં જ 6 હજાર એકાઉન્ટ બંધ!!?

Modi: પાકિસ્તાનનું વૈશ્વિક સ્તરે વધતું કદ ભારત માટે ચિંતાનો વિષય છે!

  • April 10, 2026
  • 5 views
Modi: પાકિસ્તાનનું વૈશ્વિક સ્તરે વધતું કદ ભારત માટે ચિંતાનો વિષય છે!

RSS: સનાતનનો ઝંડો લઈને ફરતા અંદરોઅંદર કેમ બાખડી રહયા છે? શું આ છે અસલી સનાતન ધર્મ? દેશમાં ભારે ચર્ચા

  • April 10, 2026
  • 13 views
RSS: સનાતનનો ઝંડો લઈને ફરતા અંદરોઅંદર કેમ બાખડી રહયા છે? શું આ છે અસલી સનાતન ધર્મ? દેશમાં ભારે ચર્ચા

ECI: બંગાળમાં ચુંટણીઓ પહેલા સિનિયર IAS અને CEC બાખડી પડ્યા! ખરેખર મામલો શુ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • April 10, 2026
  • 15 views
ECI: બંગાળમાં ચુંટણીઓ પહેલા સિનિયર IAS અને CEC બાખડી પડ્યા! ખરેખર મામલો શુ છે?જુઓ ખાસ વિશ્લેષણ