
America: ઈરાને હવે પાકિસ્તાનની ભૂમિકા સવાલો ઉઠાવ્યા છે. ઈરાની સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ એક ટ્વીટમાં જણાવ્યું હતુ કે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે તટસ્થ નથી તે અમેરિકા તરફી વલણ ધરાવે છે ઈબ્રાહિમ રેઝાઈએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન મધ્યસ્થી તરીકેની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યું છે. એક મધ્યસ્થી તરીકે પાકિસ્તાનનું વલણ નિષ્પક્ષ હોવું જોઈએ,પરંતુ પાકિસ્તાન અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પના હિતોનું સમર્થન કરી રહ્યું છે જે યોગ્ય નથી.
ઈરાની સાંસદે સોશિયલ મીડિયા પર લખ્યું કે, પાકિસ્તાન અમેરિકાની ઈચ્છા વિરુદ્ધ એક શબ્દ પણ બોલવાની હિંમત ધરાવતું નથી. તે હંમેશા ડોનાલ્ડ ટ્રમ્પની ફેવરમાં રહે છે રેઝાઈએ દાવો કર્યો ભૂતકાળમાં અમેરિકાએ પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો સ્વીકાર્યા હતા પરંતુ બાદમાં તે ફરી ગયું તેમ છતાં પાકિસ્તાન આ મુદ્દે મૌન રહ્યું છે અને કઈ બોલ્યું નહિ,પાકિસ્તાન લેબનાન મુદ્દે કે ઈરાનની અટકાવેલી સંપત્તિઓ વિશે અમેરિકાની અધૂરી કમિટમેન્ટ્સ પર પણ કંઈ બોલતું નથી.
પાકિસ્તાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાન ગયા અને બધી વાત કરી પરંતુ ટ્રમ્પે પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો હવે શાંતિ વાર્તાનો કોઈ મતલબ ન રહ્યો હોય તેમ જણાય છે. ઈરાનનું માનવું છે કે પાકિસ્તાન ફક્ત અમેરિકાના હિતો માટે જ ઈરાન સાથે મધ્યસ્થી કરે છે પણ ઈરાનની વાતો તટસ્થ રીતે અમેરિકાને કહી શકતું નથી.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો









