Bihar: બિહાર ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે પત્રકાર ઉપર હુમલો કર્યો!કારણ જાણી ચોંકી જશો!

  • India
  • November 11, 2025
  • 0 Comments

Bihar: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બરાબર એક દિવસ પહેલા જ બિહાર ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે એક પત્રકારનો હાથ મચકોડી કાઢી તેના પર હુમલો કર્યાનો એક વીડિયો ભારે વાયરલ થતાં બુઝુર્ગ નેતાની આ હરકત જોઈ લોકોમાં અનેક કોમેન્ટ ઉઠી છે તેઓ નેતા તરીકેની ગરિમા ચૂકતા લોકોમાં ટ્રોલ થયા હતા.

વિગતો મુજબ કટિહાર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તારકિશોર પ્રસાદ એક ચૂંટણી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા તે સમયે ત્યાં એક સ્થાનિક પત્રકારે તેમને ભાજપ-જેડીયુના 20 વર્ષના શાસનમાં કેટલા કામો થયા?તે અંગે સવાલ પૂછતાજ તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને તેઓએ પત્રકારનો હાથ મચકોડ્યો હતો પછી તેના પર હુમલો કર્યો એટલુંજ નહિ પણ નેતાના સાથીઓએ પણ પત્રકારને માર મારવા એક થઈ ગયા.ત્યારબાદ તારકિશોર પ્રસાદે તેના અંગરક્ષકોને પત્રકારની ધરપકડ કરવાનો અને તેને જેલમાં ધકેલી દેવાનો આદેશ આપી દીધો.

બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ છે. જેઓને પત્રકારે માત્ર એટલું પૂછ્યું, કે “મોદી-નીતીશ સરકારે 20 વર્ષમાં શું કર્યું છે?” પ્રશ્ન સાંભળીને, તારકિશોર પ્રસાદ ગુસ્સે થઈ ગયા, તેમણે પત્રકારનો માઇક પકડેલો હાથ મચકોડી હુમલો કર્યો.આ ભાજપનું “જંગલ રાજ” છે – જ્યાં પ્રશ્નો પૂછવાને ગુનો માનવામાં આવે છે.

આરજેડીએ પણ તારકિશોર પ્રસાદનો આ વીડિયો પણ શેર કર્યો છે. આરજેડીએ લખ્યું છે કે, “જો તમે ભાજપના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદને ભાજપ અને નીતિશ કુમાર સરકારના કામ વિશે પૂછશો, જે 20 વર્ષથી સત્તામાં છે, તો તમને માર મારવામાં આવશે! બધો વાંક પત્રકારનો છે! શું તમને ખબર નથી કે મીડિયાનું એકમાત્ર કામ ભાજપ પાસેથી પૈસા લેવાનું અને તેની પ્રશંસા કરવાનું છે? “બધું બરાબર છે” કહેતા રહો! તમારી બધી પત્રકારત્વ 20 વર્ષ પહેલાની સરકાર પર કેન્દ્રિત કરો અને તમારા ખિસ્સા ભરતા રહો!”

આમ, આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી અને રાજકારણ ગરમાયુ હતું, લોકશાહીમાં મીડિયાને દરેક નેતાને પૂછવાનો હક્ક છે અને નેતા જવાબ આપવા માટે બંધાયેલા છે ત્યારે હવે મોબાઈલ યુગમાં નેતાઓ જનતા સામે ખુલ્લા પડી રહયા છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો
  • June 29, 2026

PM Modi Seychelles Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની સેશેલ્સ મુલાકાત ભારત અને આ ટાપુ દેશ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો વળાંક લઈને આવી છે. સેશેલ્સના ગોલ્ડન જ્યુબિલી ઉત્સવ અને નેશનલ…

Continue reading
Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!
  • June 29, 2026

Champat Rai Resignation: અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરના ચઢાવામાં થયેલા કથિત ગબન અને ભ્રષ્ટાચારના મામલાએ દેશભરમાં આસ્થાના કેન્દ્રને આંદોલિત કરી દીધું છે. શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો

  • June 29, 2026
  • 4 views
PM Modi Seychelles Visit: સેશેલ્સ સરકારના વિવાદાસ્પદ એવોર્ડમાં ટાઈપિંગની ભૂલો, પ્રશસ્તિપત્ર પર ઉઠ્યા સવાલો

Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

  • June 29, 2026
  • 5 views
Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!

Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

  • June 29, 2026
  • 7 views
Adani US Case Withdrawal: અમેરિકામાં અદાણી કેસ પાછો ખેંચવાની કાર્યવાહી વિવાદમાં, ડેમોક્રેટિક સીનેટરોએ ટ્રમ્પ વહીવટીતંત્ર અને ન્યાય વિભાગ પાસે માંગ્યો ખુલાસો

Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

  • June 29, 2026
  • 6 views
Bangladesh Ram Statue Controversy: બાંગ્લાદેશમાં રામ પ્રતિમા વિવાદ, સાંપ્રદાયિક તણાવ વધતા હિન્દુ હોમલેન્ડની માંગ

Bangladesh-China Relations: તારિક રહેમાનની ચીન યાત્રા, ભારત માટે પ્રાદેશિક વ્યૂહરચનાના નવા પડકારો

  • June 29, 2026
  • 12 views
Bangladesh-China Relations: તારિક રહેમાનની ચીન યાત્રા, ભારત માટે પ્રાદેશિક વ્યૂહરચનાના નવા પડકારો

Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ

  • June 29, 2026
  • 15 views
Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ