
Dahod Mgnrega Scam: દાહોદ જિલ્લાના ડીઆરડીએ પોલીસમાં મનરેગા હેઠળ રૂપિયા 71 કરોડની ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમા મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે બે દિવસ પહેલા દાહોદ પોલીસે BJPમંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી હતી. ત્યારે હવે તેમના બીજા પુત્ર કિરણ ખાબડની પણ હવે ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર કિરણની ધરપકડ
મળતી માહિતી મુજબ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રોનું નામ સામે આવતા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી જે અંતર્ગત બચુ ખાબડના મોટા પુત્ર બળવંતને પોલીસે બે દિવસ પહેલા જ ઝડપી લીધો હતો ત્યારે તેમના નાના દીકરા કિરણની વહેલી સવારે વડોદરા-હાલોલ હાઇવે પરથી ધરપકડ કરવામા આવી છે અને હાલ તેની પૂછપરછ કરવામા આવી રહી છે.
કેવી રીતે આચરવામાં આવ્યું સમગ્ર કૌભાંડ?
ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના માત્ર ત્રણ ગામોમાં મનરેગા યોજનાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં વર્ષ 2021થી 2024 સુધી મનરેગા યોજનામાં એલ 1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં 70 કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યુ હોવાનો ખુલાસો થયો હતો. આ કૌભાંડ સરકારી અધિકારી, કરાર આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલિભગતથી આચરવામાં આવ્યું હતું. કૌભાંડી એજન્સીઓ સાથે મંત્રીના પુત્રોના તાર જોડાયેલા છે. આ મામલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી. એમ. પટેલે ફરિયાદ નોંધાવી, જે બાદ પોલીસે તપાસ શરૂ કરવામાં આવી હતી.
FIRમાં નામ નોંધાય તે કરી હતી આગોતરા જામીન અરજી
આ મામલે જ્યારે તેમનું નામ સામે આવ્યું હતુ ત્યારે FIRમાં નામ નોંધાય તે પહેલા જ બચુ ખાબડના પુત્રોએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. અગાઉ આ મામલે પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી.
શું હવે પિતા પુત્રોને બચાવશે?
ગરીબોને રોજગારી આપતી મનરેગા યોજનામાં પણ મંત્રી પુત્રોએ ભ્રષ્ટાચાર કર્યો હતો. મંત્રી પુત્રો અને એજન્સીઓએ બારોબાર જ બિલો પાસ કરાવી લાખો કરોડો સેરવી લીધા હતાં. આ મામલે જ્યારે મંત્રીને સવાલ કરવામા આવ્યો હતો ત્યારે પુત્રોના કૌભાંડ પર તેઓ બોલવાનું ટાળ્યું હતુ ત્યારે અહી સવાલ તે થાય છે કે, શું ખુદ મંત્રી બચુ ખાબડે જ સત્તાનો દૂરપયોગ કરી પુત્રોને મનરેગાના કામો અપાવી ફાયદો કરાવ્યો હતો. આ મામલે મુખ્યમંત્રી સુધી પણ ફરિયાદ કરવામા આવી છે ત્યારે આ મામલે મંત્રી પોતાના પુત્રોને બચાવી લે છે કે પછી કાયદેસરની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું…
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધ્વસ્ત કરી દુશ્મનની ચોકીઓ, જુઓ Operation Sindoor નો નવો વીડિયો
ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…
Delhi: વાવાઝોડામાં રેપિડ મેટ્રો સ્ટેશનની છતનો શેડ ઉડ્યો, 4 મહિના પહેલા મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન
Hyderabad Fire incident: ચારમીનાર નજીક ભીષણ આગ, 17 લોકોના મોત
શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?
Solapur Fire: મહારાષ્ટ્રના સોલાપુરમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 થી 6 લોકો ફસાયા
surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?
Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?
surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી
Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી
Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા
Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે
Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી
Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!
tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:









