
Dahod Mgnrega Scam: દાહોદ મનરેગા કૌભાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ગુજરાતના મંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રો બળવંત અને કિરણની ધરપકડ કરી છે. આ મામલે કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં પણ મંત્રી પુત્રોએ ભ્રષ્ટાચાર કર્યો છે. અને મંત્રી પણ પોતાના પુત્રોના આ કૌભાંડ પર મૌન છે જેથી તેમના પર પણ આક્ષેપ થઈ રહ્યા છે. બચુ ખાબડ કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી છે અને મંત્રીના બંને પુત્રોના નામે બે એજન્સીઓ હતી. આ કૌભાંડ દાહોડના માત્ર દેવગઢ બારિયા તાલુકાના ધાનપુર અને અન્ય ત્રણ ગામોમાં થયું છે. જેથી મંત્રીએ પણ આ કૌભાંડમાં સામેલ હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે. આમ તો ગરીબો સુધી આ યોજનાનો લાભ પહોંચે તેની જવાબદારી મંત્રીની હોય છે. પરંતુ મંત્રીના દીકરાઓએ એજન્સીઓમાં ભાગીદારી કરી અને એજન્સીઓ બનાવીને કરોડો રૂપિયાનો સરકારને ચુનો ચોપડી દીધો. આમ અહીં રખેવાળ જ ચોર નિકળે તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ભાજપના નેતાઓ અને મંત્રીઓ જ ભ્રષ્ટાચાર કરીને સરકારી તીજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે અને મંત્રી આ મામલે ચુપ્પી સાંધીને બેસી રહ્યા છે તેમને કેમ કોઈ સવાલ કરવામાં નથી આવતો ? ભાજપમાં સૌથી વધુ ભષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે આ મામલે વરિષ્ઠ પત્રકાર હિમાંશુ ભાયાણીએ ભાજપના નેતાઓ સામે પાર્ટી દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવાની વાત કરી હતી.
ગુજરાતની ભાજપા સરકારમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર
ભાજપમાં અત્યારે દલા તરવાડીઓ બહુ વધી ગયા છે તેમને એવું હોય છે ભ્રષ્ટાચાર કરવો છે તો થોડો શું કામ, વધારે જ કરીએ જેટસું લંટાય તેટલું લુટી લ્યો ક્યાં કોઈ કાર્યવાહી થવાની છે એમ પણ ગુજરાતની ભાજપા સરકારમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે.
આર્થિક આતંકવાદીઓ ઉંધઈ બનીને ભાજપને જ કોરી ખાઈ રહ્યા છે
ભાજપ સ્વચ્છતા અભિયાન હાથ ધરે છે પરંતુ ભાજપમાં કચરો ભરાઈ ગયો છે કે તેમા હવે ઓપરેશન ક્લીક ચલાવવાની જરુર છે. હાલ ગુજરાતમાં ભાજપના નેતાઓ સામે સર્જીકલ સ્ટ્રાઈક કરવાની જરુર છે કારણ કે, ભાજપમાં આર્થિક આતંકવાદીઓ ઉંધઈ બનીને ભાજપને જ કોરી ખાઈ રહ્યા છે. આને ભાજપે ડામવું પડશે.
ભાજપ સરકાર ભ્રષ્ટાચારી નેતાઓને કેમ બચાવે છે ?
અહીં સવાલ તે પણ થાય છે કે, ભાજપના નેતાઓના જ્યારે ભ્રષ્ટાચારમાં નામ આવે છે ત્યારે ત્યાં કેમ ED અને IT ની ટીમ નથી જતી ? ભાજપ સરકાર ભ્રષ્ટાચારી નેતાઓને કેમ બચાવે છે ? સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચારમાં પકડાય તો તેમને કાઢી મુકવામાં આવે છે તો નેતાઓને કેમ નહીં ? રાજ્યમાં જે પણ ભ્રષ્ટાચાર થાય છે તેનું નુકસાન જનતાને જ છે કેમ કે, આ પૈસા જનતાના છે.
દાહોદ મનરેગા કૌભાંડ મામલે વરિષ્ઠ પત્રકાર હિમાંશુ ભાયાણીએ શું કહ્યું ?
દાહોદ મનરેગા કૌભાંડ મામલે વરિષ્ઠ પત્રકાર હિમાંશુ ભાયાણીએ ગુજરાતમાં આર્થિક આતંકીઓ બેફામ બન્યા છે તેના વિશે અને ભાજપ આવા નેતાઓ સામે કેમ કાર્યવાહી નથી કરતા તેના વિશે વધુમાં શું કહ્યું જુઓ વીડિયો…
આ પણ વાંચોઃ
Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!
Jyoti Malhotra બાદ Youtuber Priyanka Senapati પણ પાકિસ્તાની જાસૂસ નિકળી?
Jyoti Malhotra જેવા દેશભક્તિનો ઢોંગ કરતા હજુ કેટલા પાકિસ્તાની જાસૂસો હશે ?
Kheda: ડીજે વગાડતા પહેલા સાવધાન, કલેક્ટરે ડીજે પર પ્રતિબંધ ફરમાવ્યો, થશે કડક કાર્યવાહી
Surat: ગેંગરેપની ઘટનામાં BJPના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ
Dahod Mgnrega Scam: આખરે ભ્રષ્ટાચારનો ઘડો ફૂટ્યો ! મંત્રી બચુ ખાબડનો બીજો પુત્ર પણ પોલીસના સકંજામાં
Pakistan Target on Golden Temple: સેનાએ સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને કેવી રીતે બચાવ્યા?
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધ્વસ્ત કરી દુશ્મનની ચોકીઓ, જુઓ Operation Sindoor નો નવો વીડિયો
ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…
Delhi: વાવાઝોડામાં રેપિડ મેટ્રો સ્ટેશનની છતનો શેડ ઉડ્યો, 4 મહિના પહેલા મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન
Hyderabad Fire incident: ચારમીનાર નજીક ભીષણ આગ, 17 લોકોના મોત
શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?
Solapur Fire: મહારાષ્ટ્રના સોલાપુરમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 થી 6 લોકો ફસાયા
surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?
Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?
surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી
Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી
Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!