
Dhanteras 2025: આજે ધન તેરસનું પર્વ પણ છે અને આજે યોગાનુયોગ ભગવાન શનિનો શનિવાર પણ છે,ભગવાન શનિ ન્યાયના દેવતા માનવામાં આવે છે,હાલમાં પાંચ રાશિઓ ઉપર શનિની પનોતીનો પ્રભાવ ચાલુ છે. જેઓ નાણાકીય, શારીરિક અને માનસિક મુશ્કેલીઓનો જીવનમાં સામનો કરી રહયા છે તેમના કામમાં અવરોધો આવી રહયા છે, પૈસા મળતા નથી અને અકસ્માતો અને બીમારીની શક્યતાઓ રહે છે. જીવનમાં પડકારોનો સામનો કરવો પડે છે. એકંદરે સાડા સાતી પનોતી જીવનમાં ઉથલપાથલ લાવે છે.
આપને જણાવી દઈએ કે હાલમાં, શનિ મીન રાશિમાં વક્રી છે અને આજે ધનતેરસ 18 ઓક્ટોબર, શનિવારના રોજ છે.આવી સ્થિતિમાં, શનિના દુ:ખોથી મુક્તિ મેળવવાનો આ એક સુવર્ણ અવસર માનવામાં આવી રહ્યો છે.
હાલમાં કુંભ, મીન અને મેષ રાશિના જાતકો પર શનિની સાડાસાતી અને સિંહ અને ધન રાશિના જાતકો પણ શનિની ઢૈય્યા ચાલી રહી છે. આ જાતકોએ શનિના પ્રકોપથી રાહત મેળવવા માટે આજે તા. 18 ઑક્ટોબરે ધનતેરસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ જેનાથી ઢૈય્યા અને સાડાસાતીના નકારાત્મક પ્રભાવો ઓછા થઈ શકે છે.
આજે ધનતેરસના દિવસે આવા જાતકોએ ભગવાન શનિ મંદિરમાં જઈ દર્શન કરી સરસવના તેલનો દીવો પ્રગટાવો.પીપળાના ઝાડ નીચે પણ દીવો પ્રગટાવી શકાય તેનાથી શનિના નકારાત્મક પ્રભાવો દૂર થાય છે. કામ થવા લાગે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.
આ સિવાય અસહાય, ગરીબની શક્ય મદદ અને સેવા ઉપરાંત મૂંગા પશુ-પક્ષી-પ્રાણીઓને ભોજન-પાણી-દાણા આપો અને તેમની સેવા કરો. ગાય, કાગડા અને કૂતરાઓને રોટલી ખવડાવો. ગરીબને ભોજન કરાવો. અસહાય લોકોની મદદ કરવાથી પણ ભગવાન શનિની કૃપા થાય છે.
ધનતેરસના આજના દિવસે પ્રદોષ કાળમાં સૂર્યાસ્ત બાદ શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ તેનાથી શનિના નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
આજના દિવસે પનોતી ધરાવતા જાતકોએ સરસવનું તેલ, તલ, લોખંડ, અડદ દાળ વગેરેનું દાન કરવાથી પણ શનિ દેવની કૃપા બની રહે છે અને જીવનમાં આવતા કષ્ટ ઓછા થાય છે અને અવરોધ આવતા નથી.
આ પણ વાંચો:
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ








