
Bollywood News | બોલીવુડના હી-મેન ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ હવે બ્રિચકેન્ડી હોસ્પિટલમાંથી પોતાના ઘરે પરત ફર્યા છે.
ગત.તા.10 નવેમ્બરથી તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હતા. 89 વર્ષીય ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા હતા.જ્યાં ડોક્ટરોની દેખરેખ હેઠળ અભિનેતાની સારવાર ચાલી રહી હતી.
દરમિયાન તેઓની તબિયત ગંભીર હોવાની વાત પ્રસરતા તેમના પરિવાર અને દેશભરના તેમના ચાહકો ચિંતિત હતા. ફિલ્મ ઉદ્યોગમાં પણ કેટલીક ઇવેન્ટ મુલતવી રાખવામાં આવી હતી.
ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાનું જાણવા મળતા બોલીવુડ સ્ટાર્સ પણ સતત હોસ્પિટલમાં ધર્મેન્દ્રને મળવા આવતા હતા. પરંતુ હવે અભિનેતાને રજા આપવામાં આવી છે અને તેઓ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે.
વિગતો મુજબ ધર્મેન્દ્રને આજે બુધવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હજુપણ તેઓ ડોક્ટરોની દેખરેખમાં રહેશે ડૉક્ટરની ટીમ હવે તેમની ઘરે સારવાર કરશે.
ડૉ. પ્રતીત સમદાનીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “ધર્મેન્દ્રજીને હવે સારું છે અને આજે સવારે 7:30 વાગ્યે રજા આપવામાં આવી છે.હવે તેમની ઘરે જ સારવાર કરવામાં આવશે, કારણ કે પરિવાર ઈચ્છે છે કે અભિનેતાની સારવાર ઘરે જ થાય.”
ધર્મેન્દ્રના ડિસ્ચાર્જના સમાચારથી ચાહકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને રાહતનો શ્વાસ લીધો છે. પરિવારના લોકો તેમજ ચાહક વર્ગ ધર્મેન્દ્ર ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે મોડી રાત્રે અને મંગળવારે પણ સવારે નવ વાગ્યાના સુમારે અગ્રણી સમાચાર ચેનલોએ ધર્મેન્દ્રનું અવસાન થયું હોવાના ખોટાં સમાચારો ફરી પ્રસારિત કરતાં સેલિબ્રિટીઓએ સોશ્યલ મિડિયા પર ધર્મેન્દ્રને અંજલિઓ પણ આપી દીધી હતી.
ધમેન્દ્ર વિશે ખોટી માહિતી ફેલાતાં ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે તેના સત્તાવાર સોશ્યલ મિડિયા હેન્ડલ પર સ્પષ્ટતા કરી હતી કે મારા પિતાના અવસાનની વાતો ખોટી છે અને તેમની તબિયત હાલ સ્થિર છે અને તેઓ સાજા થઇ રહ્યાં છે. તેમના અવસાનના અહેવાલો સદંતર ખોટાં છે. મિડિયા અતિઉત્સાહમાં આવી જઇ ખોટાં સમાચાર પ્રસરાવી રહ્યું છે. અમારા પરિવારની પ્રાઇવસી જાળવવા માટે અમે દરેક જણને વિનંતી કરીએ છીએ.
હેમા માલિની પણ બેજવાબદાર મીડિયા ઉપર આક્રોશ ઠાલવી પરિવારની આવા સમયે પ્રાઈવસીનું ધ્યાન આપવા વિન્નતી કરી પ્રસાર માધ્યમોની હરક્તને અક્ષમ્ય ગણાવી હતી.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો






