Donald Trump: ટ્રમ્પને ‘પ્રાંતવાદ’નું શસ્ત્ર મળી ગયું! અમેરિકનો હવે ભારતીયોને ગાળો દઈ રહ્યા છે!

  • World
  • January 16, 2026
  • 0 Comments

●અહીં મુંબઈમાં જાવ અને નોકરી ધંધો કરો તો ત્યાંના નેતા લોકો (મનસે-શિવસેના) કહે આ અમારું મરાઠી લોકોનું ગામ છે અન્ય રાજ્યના લોકોનું નથી અહીં મરાઠી જ બોલાવી પડશે અમે કહીએ તેમ કરવું પડશે એમ કહી મારઝૂડ કરાય છે અત્યાચાર થાય છે, તેવું જ કઈક હવે ટ્રમ્પ શીખી ગયા છે તેઓએ હવે એવું ચાલુ કર્યું છે કે અમેરિકા અમારું છે “ઇન્ડિયનોને અહીંથી કાઢો અમેરિકા અમારું છે!”આ બધું હવે દુનિયાભરમાં શરૂ થઈ ગયું છે,સામાન્ય જનતા તેનો ભોગ બને છે પણ તેઓ કઈ કરી શકે તેવી સ્થિતિમાં નથી હોતા! શાસકો કેટલા વર્ષ સુધી લોકોને મૂર્ખ બનાવતા રહેશે?

Donald Trump: ‘ભાગલા પાડો અને રાજ કરો’ એકદમ ઇઝી આ રીત હવે દુનિયાભરમાં જોવા મળી રહી છે અને માનવ જાતને અલગ પાડવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે,જો જનતા એક થઇ જાયતો શાસકો રાજ કેવી રીતે કરી શકે?બધેજ જાતિવાદ,કોમવાદ,પ્રાંતવાદના વાડા ઉભા કરી શાસકો રાજ કરી રહયા છે.

ભારતમાં અંગ્રેજોએ જાતિવાદ,કોમવાદ ઉભો કરી તેઓએ વર્ષો સુધી બધાને અલગ રાખી અંદરોઅંદર વેર ઝેર સળગતું રાખી રાજ્ય કર્યું આજ વસ્તુ અત્યારે પણ થઈ રહી છે અને જે વિસ્તારમાં જે જાતિની વધુ વસ્તી હોય ત્યાં તેમની જાતિના નેતાને રાજકીય પાર્ટી ટીકીટ આપે અને જાતિવાદના જોરે તેને ચૂંટી કાઢે અને ત્યાં વિકાસની જરૂર નથી હોતી બસ અહીં તેમની જાતિના ઝગડા કે અન્ય કોઈ બબાલ થાય ત્યારે તે નેતાએ પહોંચી જવાનું અને પોતાની જાતિના વ્યક્તિ અને સમાજને સપોર્ટ કરવાનો બસ આવું બધે ચાલી રહ્યું છે પછી જો મિક્સ વસ્તી હોય તો પ્રાંતવાદ ઉભો કરી નેતાઓ રાજ કરે છે.

દાખલા તરીકે મુંબઈમાં જે રીતે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે માત્ર મરાઠી બોલવાનું અને બહારથી આવીને ધંધો કરતા લોકો અને વેપારીઓને ટાર્ગેટ કરવાનું અભિયાન ચલાવે છે જેનાથી દેશના નાગરિકો વચ્ચે વેરઝેર ઉભું કરાય છે અને કાઈ ન મળે તો પછી હિન્દૂ-મુસ્લિમ-ખ્રિસ્તી-શીખ-ઈસાઇ વગરે તો છેજ આ બધુજ અજમાવી શાસકો તેમની મરજી પ્રમાણે રાજ કરે છે.

હવે અમેરિકામાં પણ ટ્રમ્પે આ સસ્તો આઈડિયા શોધી કાઢ્યો છે અને તેઓએ પણ પ્રાંતવાદ શરૂ કરી બહારથી આવેલા લોકોને ટાર્ગેટ કરી સ્થાનિક લોકોને ઉશ્કેરી રાજ કરવાની વૃત્તિ શરૂ કરી છે હવે ટ્રમ્પે ભારતીય સમુદાયને પણ વિલન ચિતરી દઈ બહારના લોકો સ્થાનિક અમેરિકનોની નોકરીઓ ખાઈ જતા હોવાનો માહોલ ઉભો કરી નફરત ફેલાવવાનું શરૂ કર્યું છે.

વિદેશી નાગરિકો સ્થાનિકોના નોકરીના અધિકારો છીનવી લે છે એવું નરેટિવ ફેલાવી રહયા છે ઉપરાંત વિદેશી નાગરિકો ગેરકાયદે ઘૂસે છે તેનાથી સુરક્ષા જોખમાય છે એવા દાવાના કારણે અમેરિકા હવે ભારતીયો સહિત વિદેશી નાગરિકો માટે સલામત રહ્યું નથી’ભાગલા પાડો રાજ કરો’ની નીતિના કારણે પ્રાંતવાદ ઉભો કરી એકબીજાને દુશ્મન બનાવી દેવાતા અમેરિકામાં વિદેશી નાગરિકો પર થઈ રહેલી હિંસામાં છેલ્લાં એક વર્ષમાં ૧૨ ટકાનો વધારો થયો છે.

ઓનલાઈન સોશયલ મીડિયામાં પણ ભારતીયોને ટાર્ગેટ કરીને ગાળો દેવાય છે અને અપશબ્દોનો ઉપયોગ ૬૯ ટકા સુધી વધી ગયો છે અમેરિકાના નાગરિકો ભારતીયો માટે વિઝા સ્કેમર્સ, ઘૂસણખોરો, નોકરી ચોર જેવા શબ્દોથી પ્રયોજે છે અને જાહેરમાં અપમાન કરી રહયા છે ત્યાંના લોકો ભારતીયોને ‘નીચ અને ગરીબો’ કહી ધૂતકારે છે.

ફેડએક્સ, વોલમાર્ટ, વેરિઝોન જેવી કંપનીઓ ભારતીયોને નોકરી આપતી હોવાથી અમેરિકી નાગરિકો હવે આ કંપનીઓને પણ ટાર્ગેટ કરી ગાળો આપી રહયા છે અને સોશિયલ મીડિયામાં આ કંપનીઓ વિરૂદ્ધ સેંકડો પોસ્ટ થતી રહે છે ફેડએક્સના ભારતીય મૂળના સીઈઓ રાજ સુબ્રમણિયમને સોશિયલ મીડિયામાં ટાર્ગેટ કરાયા હતા. “અમેરિકન કંપનીઓ પર ભારતીયોનો કબજો અટકાવો” એ પ્રકારનું ઓનલાઈન કેમ્પેઈન ચાલી રહ્યું છે ટ્રમ્પ સમર્થકો સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય મૂળના ટેકનોક્રેટ્સ સામેય મન ફાવે તેવા નિવેદન કરી અપમાનિત કરી રહયા છે.

જાતિવાદ,કોમવાદ,પ્રાંતવાદ હવે ભારત પૂરતા સીમિત નહિ રહેતા હવે દુનિયાભરમાં ઝડપથી દાવાનળ બની ફેલાઈ રહયા છે જેમાં માનવજાતનું નિકંદન નિકળી રહ્યું છે ત્યારે શાસકો પોતાના સ્વાર્થ માટે ગમેતે હદે જઈ શકે તે આ વાતનું ઉદાહરણ છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

  • August 8, 2026
  • 4 views
Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

  • August 8, 2026
  • 5 views
Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

  • August 8, 2026
  • 8 views
RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

  • August 8, 2026
  • 6 views
E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

  • August 8, 2026
  • 9 views
India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

  • August 8, 2026
  • 9 views
UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા