ખેડા જીલ્લામાં વાવાઝોડાએ લીધો 3 લોકોનો ભોગ, 2 પર વૃક્ષો, 1 પર ઘર પડ્યું | Unseasonal rain

Unseasonal rain: હાલ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાત જીલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડતાં ખેડૂતોના જીવ ગયા છે. ક્યાય પશુઓ મોતને ભેટ્યા છે. બીજી તરફ ખેડૂતોના ઉભા પાકને પણ મોટું નુકસાન થયું છે. ત્યારે ખેડા જીલ્લામાં 50 કિમીની ઝડપે ફૂકાયેલા પવને કેટલાંક વિસ્તારોમાં તારાજી સર્જી છે. મકાન અને વૃક્ષો પડતાં ત્રણ લોકોના મોત થયા છે.

ઠાસરાના ગુમડીયા ગામે વૃક્ષ ધરાશાયી થતા મહિલાનું મોત થયુ છે. જ્યારે નડિયાદની આડીનાર ચોકડી પાસે વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યકિત મોતને ભેટી છે. મહેમદાવાદના રૂદણ ગામે મકાન ધરાશાયીની ઘટના બની. કાટમાળ નીચે દબાતા 27 વર્ષીય યુવકનું મોત થયું. ભારે પવનને કારણે મૂળિયાદ ગામે આશરે 100 જેટલા મકાનના પતરા ઉડ્યા હતા. લોકોએ પોતાના ઘરમાં થયેલા નુકસાનનું સમારકામ હાથ ધર્યું છે.

નડિયાદ શહેરમાં લગાવેલા હોર્ડિગ્સ પણ પડી ગયા છે. ખેડા જીલ્લામાં ઘણા વૃક્ષો ધારાશાયી થઈ ગયા છે. કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે. ભારે પવનને કારણે કેરીઓ ખરી પડી છે. જેથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે 17 લોકોના મોત

ગુજરાતમાં બે દિવસમાં પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે અનેક લોકોના ઘરની છત ધરાશાયી થવાની અને વૃક્ષો ધરાશાયી થવાની તેમજ વીજળી પડવાની ઘટના બની છે. જેમાં 17 લોકોના મોત થયા છે.  વીજળી પડવાથી, વૃક્ષો પડવાથી, વીજ કરંટ અને હોર્ડિંગ પડવાથી લોકોના મોત થયા છે. 

 

મહિસાગરમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ

મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ખાનપુર, કડાણા, વીરપુર, બાલાસિનોર, લુણાવાડામાં વરસાદ, સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચોઃ

‘મોદીને આતંકી હુમલાની 3 દિવસ પહેલા માહિતી મળી ગઈ હતી’: Mallikarjun Kharge

ધોરાજી પાસે ઇનોવા કાર પલટી વૃક્ષ સાથે અથડાઈ, 4ના મોત, 2ને ગંભીર ઈજાઓ | accident

Mock Drill: મોકડ્રીલ પર સંજય રાઉતે કહ્યું- ‘શું આ મોદીજીની તૈયારી છે?’

વક્ફની જમીન પચાવી પાડનાર સલીમ જુમ્માખાન પઠાણને ત્યા EDના દરોડા

Defense Mock Drill: અમદાવાદ, સુરત સહિત 19 સ્થળોએ ડિફેન્સ મોકડ્રીલ, સુરક્ષિત સ્થળો કયા?

Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

Gujarat: વાવાઝોડા સાથે પડેલા વરસાદથી 8 લોકોના મોત, મહિસાગરમાં ફરી વરસાદ

 

 

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 9 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 8 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 8 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 8 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’