
Language Controversy Maharashtra: મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલવા પર રાજ ઠાકરેના કાર્યકરોએ ગુજરાતીને માર માર્યા બાદ દેશભરમાં ભાષા પર વિવાદ ઉભો થયો છે. દિગ્ગજ નેતાઓ થઈ લઈ અભિનેતાઓ ભાષાને લઈ નિવદનો આપી રહ્યા છે. ત્યારે હવે દિગ્ગજ ભોજપુરી અભિનેતા અને પૂર્વ ભાજપ સાંસદ દિનેશલાલ યાદવ ઉર્ફે નિરહુઆએ ભાષા વિવાદને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે.
નિરહુઆએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને શિવસેના (UBT) ના નેતાઓને સતત પડકાર ફેંકી રહ્યા છે કે જો કોઈમાં હિંમત હોય તો તેઓ તેમને મહારાષ્ટ્રમાંથી બહાર કાઢી બતાવે. ત્યારે હવે નિરહુઆનો બીજો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહેતા જોવા મળે છે કે, ‘ આપણા લોકો માટે સંપૂર્ણ તાકા સાથે ઉભો છું. આ સાથે, તે પોતાની ભોજપુરી ભાષાને પણ સમર્થન આપ્યુ.
નિરહુઆએ ગીત ગાઈ ભોજપુરીનું સમર્થન કર્યું
ભોજપુરી સ્ટાર નિરહુઆ આઝમગઢ પહોંચી ગયા છે. જ્યા તેમણે મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન જ્યારે નિરહુઆને ભાષા વિવાદ પર ચાલી રહેલા રાજકારણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ” આપણા લોકો માટે સંપૂર્ણ તાકાત સાથે ઉભો છું, આ યોગ્ય સમય છે.” જ્યારે પત્રકારોએ તેમને પોતાની શૈલીમાં ગાઈને કહેવાનું કહ્યું, ત્યારે તેમણે ગાયું અને કહ્યું, “હું ફક્ત એટલું જ કહું છું, ભલે હું મુંબઈ-દિલ્હીમાં રહું, કે મસૂરીમાં… અને કોઈપણ ભાષામાં લખું કે વાંચું, પણ હું ભોજપુરીમાં બોલું છું… જય ભારત જય ભોજપુરી.”
દેશને જોડવાની રાજનીતિ કરો, ભાગલા પાડવાની નહીં
તેમણે આગળ કહ્યું કે ‘હું કોઈ ગંદી રાજનીતિ કરતો નથી, કે કોઈ ગંદી રાજનીતિનું સમર્થન કરતો નથી… હું કહું છું કે દેશને જોડવાની રાજનીતિ કરો, ભાગલા પાડવાની નહીં. દેશમાં વિકાસની રાજનીતિ કરો, આજે આપણું ઉત્તર પ્રદેશ કેટલું ચમકી રહ્યું છે, તમે ઉત્તર પ્રદેશને આપણી સામે જુઓ છો. ક્યાંય ભાગલા પાડવાની રાજનીતિ ન હોવી જોઈએ.’
ગરીબોને નિશાન બનાવવાનું બંધ કરો
મીડિયા સાથે વાત કરતા વધુમાં નિરહુઆએ મહારાષ્ટ્રમાં હિન્દી-મરાઠી ભાષા વિવાદ પર પોતાની આકરી પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે મહારાષ્ટ્રમાં રહેતો દરેક વ્યક્તિ મરાઠી બોલે તે જરૂરી નથી. નિરહુઆએ કહ્યું કે જે કોઈ પણ વ્યક્તિ મહારાષ્ટ્રના કોઈપણ શહેરમાં રોજીરોટી કમાવવા માટે પોતાનું રાજ્ય છોડીને ગયો છે તે ગરીબ અને લાચાર છે.
રાજ અને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા નિરહુઆએ કહ્યું, ‘આ બંને ભાઈઓ ગરીબો અને પીડિતો પર પોતાની શક્તિ બતાવી રહ્યા છે. દરેક વ્યક્તિએ તેમના આ કૃત્યનો સખત વિરોધ કરવો જોઈએ.’ ઠાકરે ભાઈઓને ‘તારા-સીતારા’ ગણાવતા તેમણે તેમને પડકાર ફેંક્યો કે જો તેમને કોઈને નિશાન બનાવવા હોય, તો તેમણે ગરીબોને બદલે કોઈ મોટી વ્યક્તિત્વનો સામનો કરવો જોઈએ.
‘કોઈના કપાળ પર લખ્યું છે કે તે ગુજરાતી’
રાજ ઠાકરેએ પોતાના કાર્યકરોને સલાહ આપતા કહ્યું, મીરા રોડ પર એક શખ્સે ગુજરાતીને થપ્પડ મારી, પણ શું કોઈના કપાળ લખ્યું છે કે તે ગુજરાતી છે? હજુ તો અમે કશું કર્યું પણ નથી! કારણ વગર મારામારીની જરૂર નથી પણ કોઈ નાટક કરે તો નાક નીચે મારો. હવે ધ્યાન રાખજો, આવું કશું કરો ને ત્યારે વીડિયો ન બનાવતા, સમજી ગયા ને? આ લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગે છે.’
આ પણ વાંચોઃ
Language controversy: કોઈના કપાળ લખ્યું છે કે તે ગુજરાતી છે , નાટક કરે તો કાન નીચે મારો: રાજ ઠાકરે
Language controversy: શું જાવેદ અખ્તર, આમિર ખાન મરાઠી બોલે છે?, ગુજરાતીને મારવાનો વિવાદ વકર્યો
UP: જનેતા 11 માસની પુત્રીને મૂકી ભાડૂઆત સાથે ભાગી, માસૂમનું તડપી તડપીને મોત, જાણો સમગ્ર કિસ્સો
Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે
Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા
Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….
Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર