
Operation Sindoor: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા લેવામાં આવેલી બદલાની કાર્યવાહી શરુ કરાઈ છે. ઓપરેશન સિંદૂર હેઠળ ગત રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીઓ ઠેકાણોઓને ધ્વસ્ત કરી નાખ્યા છે.
રાત્રે કરાઈ સ્ટ્રાઈક
ભારતીય વાયુસેનાએ રાત્રિના અંધારામાં આ લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી, જ્યાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના નવ ઠેકાણાઓને મિસાઇલ હુમલા દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા. આ સ્થળોને આતંકવાદી પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવતું હતું. આ કાર્યવાહી દરમિયાન લશ્કરના બે ટોચના કમાન્ડર પણ માર્યા ગયા હોવાના દાવા છે.
પૂર્વ આર્મી ચીફનું મોટું નિવેદન
Abhi picture baki hai…
— Manoj Naravane (@ManojNaravane) May 7, 2025
આ ઓપરેશન પર પ્રતિક્રિયા આપતા પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું, ” પિક્ચર હજુ બાકી છે.” તેમનું નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે જો પાકિસ્તાન ભારત પર સીધો હુમલો કરશે અથવા બદલો લેશે તો ભવિષ્યમાં વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.
સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા આપી
સંરક્ષણ મંત્રાલયે આ કાર્યવાહીને “સંતુલિત પરંતુ મક્કમ પ્રતિભાવ” ગણાવી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતે આ હુમલામાં કોઈપણ પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા નથી, જે દર્શાવે છે કે ભારતનો ઉદ્દેશ્ય યુદ્ધ નથી પરંતુ આતંકવાદ સામે ચોક્કસ કાર્યવાહી કરવાનો છે.
પાકિસ્તાની પ્રતિક્રિયા અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ કાર્યવાહીને “યુદ્ધ જેવી પરિસ્થિતિ” ગણાવી છે, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ પગલું ફક્ત આતંકવાદ વિરુદ્ધ હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ, આ પગલાને એક જવાબદાર પ્રતિભાવ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ
પાકિસ્તાનમાં હુલમા બાદ ગુજરાત સતર્ક, એરપોર્ટ બંધ, કડક બંદોબસ્ત | Gujarat
Gujaratમાં વરસાદનો કહેર,19 લોકોના મોત, આગાહી છતાં તૈયારીઓ નહીં!
પહેલગામ હુમલાનો બદલો લેવા પાકિસ્તાનમાં ભારતનો હુમલો!, ભારતીય સેના શું કહી રહી છે? | Air strike
Surat ની હોસ્પિટલમાં આગ, દર્દીઓની હાલત કફોડી, સ્ટ્રેચર પર બહાર કાઢ્યા
‘મોદીને આતંકી હુમલાની 3 દિવસ પહેલા માહિતી મળી ગઈ હતી’: Mallikarjun Kharge
Mock Drill: મોકડ્રીલ પર સંજય રાઉતે કહ્યું- ‘શું આ મોદીજીની તૈયારી છે?’
Defense Mock Drill: અમદાવાદ, સુરત સહિત 19 સ્થળોએ ડિફેન્સ મોકડ્રીલ, સુરક્ષિત સ્થળો કયા?








