Rajkot માં 13 વર્ષિય સગીરાએ બાળકીને આપ્યો જન્મ, ગર્ભપાતની કોર્ટે આપી હતી મંજૂરી!

Rajkot rape case: તાજેતરમાં રાજકોટ પંથકમાંથી એક બળાત્કારનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પિતરાઈ ભાઈ અને તેના મિત્રએ જ 13 વર્ષિય કુમળી વયની બહેન પર બળાત્કાર ગુજાર્યો હતો.

સગીરાને 33 અઠવાડિયાનો એટલે લગભગ 8 મહિના કરતાં વધુ સમયનો ગર્ભ હતો. જેનો ગર્ભપાત કરાવવા હાઈકોર્ટે કોર્ટે મંજૂરી પણ આપી દીધી હતી અને સગીરાને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે 13 વર્ષિય સગીરાએ 17 મે, શનિવારના રોજ બાળકીને જન્મ આપ્યો છે. ગર્ભપાત કરાવવો નિષ્ફળ રહ્યો છે.

હાલ માતા અને બાળકી ડોક્ટરોની દેખરેખ હેઠળ હોવાનું જવાઈ રહ્યું છે અને સગીર માતા અને બાળકીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.  ઉલ્લેખનીય છે કે બંને દુષ્કર્મ ગુજારનારા આરોપીઓ પણ સગીર વયના છે. આ ઘટના સમાજ માટે કલંકરુપ છે. સમાજમાં સંતાનોના ઘડતરની આ એક બેદરકારી દર્શાવતી ઘટના છે.

સગીરા મહારાષ્ટ્ર ગઈ ત્યારે દુખાવો ઉપડ્યો હતો

રાજકોટની પિતરાઈ અને મિત્રએ સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જ્યારે પરિવાર સાથે સગીરા મહારાષ્ટ્રમાં સગાને ત્યા ગઈ ત્યારે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. મહારાષ્ટ્રમાં સ્થાનિક ડોક્ટર પાસે સગીરાની તપાસ કરાવતાં ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતુ. ત્યાર બાદ સગીરાની પૂછપરછ કરતાં ખબર પડી હતી કે તેના પર પિતરાઈ ભાઈ અને મિત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.

જે બાદ પરિવારજનોએ 27 એપ્રિલે મહારાષ્ટ્રના ચાલીસગાવ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. 29 એેપ્રિલના રોજ આ કેસની FIR રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકે ટ્રાન્સપર કરવામાં આવી હતી. જે બાદ રાજકોટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

નીચલી કોર્ટે ગર્ભપાતની મંજૂરી ન આપી

3 મેના રોજ નીચલી કોર્ટમાં ગર્ભપાત માટે અરજી કરાઈ હતી. નીચલી કોર્ટે અરજી નકારી દીધી હતી. મેડિકલ રિપોર્ટ તપાસતાં સગીરાને 31 અઠવાડિયા અને 6 દિવસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતુ. જો કે કોર્ટે 6 મેના રોજ અરજી ફગાવી દીધી.

હાઈકોર્ટ દ્વારા ગર્ભપાત કરાવવા મંજરી

ત્યારે 7 મેના રોજ પિડિત સગીરાના પરિવારજનોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે 8 મેના રોજ મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. 10 મેના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલે 32 અઠવાડિયા અને 6 દિવસનો ગર્ભ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જે બાદ 12 મેના રોજ કોર્ટે સગીરાને ગર્ભપાત કરાવવા મંજૂરી આપી હતી. 13 મેના રોજ સગીરાને રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ત્યારે આજે 17 મેના રોજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો છે.

સગીરાનો ગર્ભપાત કરવો મુશ્કેલ હતો

સગીરાનો ગર્ભપાત કરવો ડોક્ટર માટે પણ મુશ્કેલભર્યું હતુ. કારણ કે નિષ્ણાંતો માને છે કે 32 અઠવાડિયા સુધી શિશુ માતાના ઉદરમાં જીવિત હોવાનું મનાય છે. જો ડોક્ટરો ગર્ભપાત કરે તો પણ તે ભ્રૂણહત્યા કેહવાય. છતાં ડોક્ટરો દ્વારા સગીરાના ગર્ભપાત કરવા માટે કોશિશ કરી હતી. જે કે તેમ ન થયું. અંતે સગીરાએ બાળકીને જન્મ આપ્યો છે.

નજીકના સંબંધીએ જ આચર્યું દુષ્કર્મ

પોલીસે પીડિતાની પૂછપરછ કરતાં બે કિશોર વયના છોકરા દ્વારા દુષ્કર્મ ગુજાર્યું હોવાનું કબૂલાત કરી હતી. જેમાંથી એક તરુણની ઉંમર 16 વર્ષ આસપાસ છે, જ્યારે બીજા તરુણની ઉંમર 13 વર્ષની આસપાસ છે. 16 વર્ષનો તરુણ ભોગ બનનારી કિશોરીનો પિતરાઈ ભાઈ છે. તેણે ભોગ બનનારી કિશોરીને જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી, જેના કારણે તેણે તેનું નામ માતા-પિતાને જણાવ્યું નહોતું.

નવજાત બાળકીનું હવે શું થશે?

બાળકને કુટુંબ રાખવા માગતું ના હોય તો કાયદા મુજબ જન્મના ચાર મહિના સુધી માતા બાળકને રાખી શકે છે. માતાએ બાળકને રાખવું કે નહીં એનો નિર્ણય ખુદ કરવાનો રહે છે. જો માતા રાખવા ન ઈચ્છે તો બાદમાં તે બાળક સરકારને આપી દેવું પડે છે.

આ પણ વાંચોઃ

ઇઝરાયલે ગાઝામાં કરી મોટી તબાહી, 24 કલાકમાં 250 થી વધુ નિર્દોષ લોકોના મોત | Israel Gaza War

AAP પાર્ટીને મોટો ફટકો, 15 કાઉન્સિલરોએ રાજીનામા, કેમ આપ્યા રાજીનામા જાણો?

Bihar: PM મોદીનો સ્કૂલ બેગ પર પ્રચાર કેટલો યોગ્ય?, જુઓ વીડિયો થયો વાઈરલ!

Bihar: રીલ બનાવતી પત્નીની હત્યા, પતિ કોથળોમાં ભરી લાશ દાટી, જાણો કારણ?

ભાજપાના બીજા નેતા મહિલા સાથે રંગરેલિયા કરતા પકડાયા | Kamal Raghuvanshi

હુમલાની જાણ પહેલેથી જ મોદી સરકારે પાકિસ્તાનને કરી દીધી હતી, વિદેશમંત્રીનો સ્વીકાર | Operation Sindoor

US: 277 લોકોને લઈને જતું જહાજ બ્રિજ સાથે અથડાયુ, 2 ના મોત, 19 ઘાયલ

ગુજરાતમાં સાવજોની ગણતરી પૂર્ણ, જાહેરાત બાકી | Gujarat Lion Census

Surat: નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત, કેમ કર્યો આપઘાત?

UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?

Banaskantha: અંબાજી જતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, કાર પલટી જતા 4 લોકો ઈજાગ્રસ્ત

શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?

Rajkot: બન્ની ગજેરાની મુશ્કેલીમાં વધારો ! એક જ દિવસમાં ત્રણ ફરિયાદ, 10 કરોડની બદનક્ષીની નોટીસ બાદ ધરપકડ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
  • August 5, 2025

Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

Continue reading
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ
  • August 5, 2025

Vadodara: વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક તપાસના આદેશ આપ્યા હતા.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 8 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 22 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 25 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 13 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 30 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 30 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?