Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

Surendranagar: સુરેન્દ્રનગરમાં થાનગઢ તાલુકાના સરોડી ગામ ખાતે આવેલી ખાણના કારણે સીલીકોસીસનો રોગચાળો ફાટી નીકળ્યો છે જેમાં છેલ્લા 9 મહિનામાં 30 લોકોના મોત થયા હોવાની ચોંકાવનારો ખુલાસો થતા ભારે સનસનાટી મચી ગઇ છે થાનગઢ તાલુકાના સરોડી ગામમાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત આવેલી પથ્થરની ખાણને લઈ આ રોગ વકર્યો હોવાના આરોપ લાગ્યા છે.

તાજેતરમાં સીલીકોસીસ મુદ્દે કાર્યરત સંસ્થા પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) ના કાર્યકરોએ સરોડી ગામના ૨૫ વર્ષીય યુવાન હંસરાજભાઈની મુલાકાત લીધી હતી. તેઓ માત્ર ૨ વર્ષ ખાણમાં કામ કર્યા બાદ સીલીકોસીસનો ભોગ બન્યા છે. હાલમાં તેઓ ઓક્સિજનના સહારે શ્વાસ લઈ રહ્યા છે. તેમના ફેફસાંને ભારે નુકસાન પહોંચ્યું છે આ ઉપરાંત, સરોડી ગામમાં એક જ પરિવારના ચાર સભ્યો આ ખાણમાં કામ કરતાં નાની ઉંમરે જ શંકાસ્પદ મૃત્યુ પામ્યા હોવાની વાત કહેવામાં આવી રહી છે.

આ મૃતકોમાં 39 વર્ષીય દીનેશભાઈ રવજીભાઈ પલાણીનું તા. ૨૨/૧૨/૨૦૨૦ના રોજ મૃત્યુ થયું હતું એજ પ્રકારે 30 વર્ષીય મનસુખભાઈ રવજીભાઈ પલાણીનું મૃત્યુ તા.૧૩/૦૨/૨૦૨૧ના રોજ થયું હતું જ્યારે પ્રેમજીભાઈ રવજીભાઈ પલાણી અને 24 વર્ષીય દેવકરણ કાનાભાઈ પલાણીનું તા. ૦૬/૦૪/૨૦૨૪ના રોજ મૃત્યુ થયું હતું.

જેમાં દિનેશભાઈ અને મનસુખભાઈના સારવાર સંબંધિત હોસ્પિટલના કાગળોમાં ડોક્ટર દ્વારા સીલીકોસીસનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ પ્રેમજીભાઈ અને દેવકરણભાઈને પણ સમાન લક્ષણો હતા, પરંતુ તેમના દવાખાનાના કાગળો હાલમાં ઉપલબ્ધ નથી.

વધુમાં, હંસરાજભાઈના પરિવારજનો પાસેથી અમને સરોડી ગામના અન્ય ત્રણ કામદારો વિશે માહિતી મળી છે, જેમણે ખાણમાં કામ કર્યું છે અને હાલમાં ગંભીર શ્વાસની તકલીફથી પીડાઈ રહ્યા છે આ રીતે 9 મહિનામાં સિલિકોસિસથી સુરેન્દ્રનગરમાં ખાણ અને સિરામિકમાં 30 ખાણિયા મજૂરના મોત થતા હાહાકાર મચી ગયો છે.

● કોલસાની ભૂગર્ભ ખાણમાં કેટલાએ મોત થયા છે તેનો અંદાજ નથી; રજકણથી મોતનું તાંડવ સર્જાઈ રહ્યું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના 1999ના અંદાજ મુજબ, ભારતમાં લગભગ 30 લાખ કામદારો સીલીકોસીસના જોખમનો સામનો કરી રહ્યા હતા આ પૈકી જો 10 ટકા પણ ગુજરાતના ગણવામાં આવે તો 3 લાખ અને 5 ટકા ગણવામાં આવે તો 1.50 લાખ કામદારો સામે જોખમનો સહેજેય અંદાજ મૂકી શકાય તેમ છે.

● મોરબીને વિશ્વભરમાં સિરામિક સિટીની ઓળખતો મળી પણ પથ્થરના ખાણોમાં કામ કરતા શ્રમિકો જીવલેણ રોગનો શિકાર બની ગયા!

થાનમાં 1980ના દાયકામાં સીરામીક ઉદ્યોગ સ્થાપિત થયો. થાનગઢમાં 200-300થી વધુ નાના અને મોટા સીરામીક કારખાના કાર્યરત છે જ્યાં ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે

કારખાનાઓમાં સિરામિક ટાઇલ્સ સીરામીક પોટ,સેનેટરીવેર્સ,કપ-રકાબી,ડેકોરેશનને લગતી આઈટમો જેવી વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. અહીંના ઉત્પાદનોના ઉત્પાદન અને નિકાસમાં થાનગઢે પોતાના દેશની સાથે વિદેશી બજારોમાં પણ નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે.

શણગારની ચીજવસ્તુઓમાં માટીનું પ્રાચીન કૌશલ્ય અને આધુનિક ડિઝાઇન છે ઉત્પાદનની પ્રક્રિયામાં માટી, પાણી અને વીજળીનો ભરપૂર ઉપયોગ થાય છે, જે પર્યાવરણ પર નકારાત્મક અસર કરે છે થાનગઢ માથાદીઠ આવકમાં ભારતભરમાં ટોપ-થ્રીમાં હતુ અને ગુજરાતમાં નંબર-વન હતુ પણ સીલીકોસી રોગનો ભોગ કામદારો બન્યા તે પણ હકીકત છે.

● અહીં કારખાના દીઠ મોટા હપ્તા અસામાજિક તત્વોને આપવા પડતા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.

● સરોડી ગામ મુખ્યત્વે ખેતી સિરામિક એકમો ઉપર નિર્ભર છે.

થાન તાલુકાના સરોડી 1800ની વસતી ધરાવતું ગામ છે આ ગામમાં મોટાભાગે કોળી, ભરવાડ, વાણંદ, દલીત, વાલ્મીકી સમાજની વસ્તી છે. મોટાભાગના લોકો ખેતી અને યુવાનો સિરામિકમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, સરોડી ગામની પ્રાથમિક શાળામાં 465 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

અહી સીરામીકમાં માટીનો કાચોમાલ બને અને કાચની પેસ્ટ બનાવે ત્યારે જે રજકણ ઉડે છે જેનાથી આયુષ્ય 10-20 વર્ષ ઓછું થઈ જાય છે,20 વર્ષ કામ કરે તો તેનું આરોગ્ય કથળવા લાગે છે અને લોકો સીલીકોસીસનો ભોગ બની રહયા છે.

અહીં કૃત્રિમ રેતી બનાવવામાં આવે છે,નદીઓ ખાલી થવા આવી હોય નદીની રેતીની શોર્ટેજ સર્જાતા હવે આ વિસ્તારમાં પથ્થર કાઢી પથ્થરને ભરડીને રેતી બનાવવામાં આવે છે આવા રેતીના પ્લાન્ટ 100થી વધારે આવેલા છે પરિણામે નાના કણોથી વ્યાપક પ્રદૂષણ થઈ રહ્યું છે.

● અહીં 3 તાલુકામાં 40થી 50 બેલાની ખાણો આવેલી છે.

ચોટીલાના વિંછીયામાં સૌથી વધુ ડુંગરાળ પ્રદેશ છે અહીં ઠાંગો ડુંગર,માંડવના ડૂંગર આવેલા છે તેમજ આણંદપર ચોટીલાનું છેલ્લું ગામ છે ત્યાં વીડી ત્યાં પથ્થરની ખાણો છે.

આમ,પથ્થરોથી ઉડતા રજકણ અને સીરામીક ફેક્ટરીઓના કારણે શ્રમિકો અને ગ્રામજનો રોગનો ભોગ બની રહયા છે ત્યારે આ મુદા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તારથી પ્રકાશ પાડ્યો છે જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 4 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 4 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 8 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 5 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 7 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

  • August 10, 2026
  • 7 views
Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?