Narendramodi: “સમય બલવાન, નહીં મનુષ્ય બલવાન” નરેન્દ્ર મોદી જેઓને ‘શીશ’ ઝુકાવતા હતા તે ‘બાપુ’નો આશ્રમ તૂટશે!

Narendramodi: નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ આશારામ બાપુના આશ્રમમાં જતા અને બાપુના આર્શીવાદ લેતા હતા અને જાહેર મંચ પરથી બાપુ માટે ભક્તિભાવ પ્રગટ કરી સદા નત મસ્તક રહેતા હતા પણ હવે સમય બદલાઈ ચુક્યો છે અને હવે આશારામ જોધપુરની સગીરા દુષ્કર્મ કેસ મામલે જેલની સજા ભોગવી રહયા છે ત્યારબાદના ઘટનાક્રમમાં ઘણું બધું બદલાઈ ગયું છે પછી નરેન્દ્રભાઈ મોદી મળ્યા હોય તેવુ ધ્યાનમાં આવ્યું નથી પણ લેટેસ્ટ સમાચાર એવા છે કે જ્યાં મોદી મળવા જતા તે આશારામ આશ્રમ તોડી પડવાની તજવીજ જરૂર શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને મોટા પાયે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સરકારી જમીનો ઉપર થયેલા દબાણો દૂર કરવા તંત્ર સજ્જ બન્યું છે ત્યારે આ પ્રોજેકટના બીજા તબક્કામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ સાબરમતી વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા કાર્યવાહી શરૂ થઈ છે.
અહીં રાજ્ય સરકારની માલિકીની જમીન પર આશારામ આશ્રમ બનેલો છે.

જેની અંદાજીત કિંમત રૂ. 500 કરોડ મનાય છે. સર્વે દરમિયાન આશ્રમમાં 32 જેટલા ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા છે. AMCના પશ્ચિમ ઝોન દ્વારા આ દબાણો દૂર કરવા માટે અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી.

આશ્રમ સંચાલકોએ આ ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરાવવા માટે ઇમ્પેક્ટ ફી (Impact Fee) હેઠળ મંજૂરી મેળવવા અરજી કરી હતી, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અરજીને નામંજૂર કરી દીધી છે. હાલ આ મામલો એપેલેટ ઑથોરિટી સમક્ષ પેન્ડિંગ છે.

રાજ્ય સરકાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ‘ઓલિમ્પિક વિલેજ’ અને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની તૈયારી કરી રહી છે. આ સર્વેમાં ફક્ત આસારામ આશ્રમ જ નહીં, પરંતુ ભારતીય સેવા સમાજ, સદાશિવ આશ્રમ ઉપરાંત અંદાજે 150 જેટલા રહેણાક મકાનોને પણ નોટિસ આપવામાં આવી છે.

લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે સ્પષ્ટ કર્યું છે કે સ્પોર્ટ્સ સંકુલ ફેઝ-2 ના ડેવલપમેન્ટ માટે આ ગેરકાયદે બાંધકામો હટાવવા જરૂરી છે. એપેલેટ ઑથોરિટીમાં કેસનો નિકાલ આવતાંની સાથે જ વહીવટી તંત્ર દ્વારા વર્ષો જૂના આ દબાણો દૂર કરવામાં આવશે.

આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે જે વિડીયો નીચે મુજબ છે જોવાનું ચૂકશો નહિ. પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત

  • September 24, 2026
  • 4 views
Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત

Ravi Nair Defamation Case: રવિ નાયરની ધરપકડથી અદાણી માનહાનિ કેસની કાનૂની પ્રક્રિયા પર ઊભા થયા સવાલ

  • September 24, 2026
  • 4 views
Ravi Nair Defamation Case: રવિ નાયરની ધરપકડથી અદાણી માનહાનિ કેસની કાનૂની પ્રક્રિયા પર ઊભા થયા સવાલ

NTF Report India: IIT-IIM સહિતની સંસ્થાઓમાંથી 13,600થી વધુ પછાત વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો – રિપોર્ટ

  • September 24, 2026
  • 5 views
NTF Report India: IIT-IIM સહિતની સંસ્થાઓમાંથી 13,600થી વધુ પછાત વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો – રિપોર્ટ

NGT Environmental Cases: પર્યાવરણ બચાવવા બનેલું NGT, છતાં જનહિતના કેસોમાં સફળતા 0%

  • September 24, 2026
  • 8 views
NGT Environmental Cases: પર્યાવરણ બચાવવા બનેલું NGT, છતાં જનહિતના કેસોમાં સફળતા 0%

Delhi SIR માં 47.6 લાખ નામ કપાયા, ઝૂંપડપટ્ટી અને ગરીબ મતદારો પર જ સૌથી મોટી અસર કેમ?

  • September 24, 2026
  • 8 views
Delhi SIR માં 47.6 લાખ નામ કપાયા, ઝૂંપડપટ્ટી અને ગરીબ મતદારો પર જ સૌથી મોટી અસર કેમ?

SIR Election Commission Dispute: ‘મત ચોરી’નો આરોપ, જ્ઞાનેેશ કુમાર સામે દેશદ્રોહનો કેસ કરો – SIR બાદ વિપક્ષનો મોટો હુમલો

  • September 24, 2026
  • 15 views
SIR Election Commission Dispute: ‘મત ચોરી’નો આરોપ, જ્ઞાનેેશ કુમાર સામે દેશદ્રોહનો કેસ કરો – SIR બાદ વિપક્ષનો મોટો હુમલો