વડોદરામાં રાજકોટવાળી થતી રહી ગઈ, કોમ્પ્લેક્સના ચોથા માળે આગ | Vadodara Fire

Vadodara Fire: 19 માર્ચની મોડી રાત્રે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એટ્લાન્ટિક કોમ્પ્લેક્સમાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. જો આ આગ કાબૂમાં ન આવી હોત તો રાજકોટ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં લાગેલી આગ જેવી દુર્ઘટના સર્જાઈ હોત.

વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલ એટ્લાન્ટિક્સ કોમ્પ્લેક્સના ચોથા માળે આગ લાગવાની ઘટના ઘટી હતી. આ આગનો કોલ વડીવાડી ફાયરની ટીમને મળતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી અને  પાણીનો મારો ચલાવ્યો હતો. આ બિલ્ડિંગમાં કન્સલ્ટન્સી કંપનીમાં કામ કરતા ઘણા બધા કર્મચારીઓ હાજર હતા.જે સમયસૂચકતા વાપરી નીચે ઉતરી ગયા હતા. આ બનાવમાં ઈલેક્ટ્રીક પેનલમાં શોર્ટ સર્કિટ હોવાના કારણે વીજ કંપનીના કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

રાજકોટમાં ત્રણ લોકોના થયા હતા મોત

તાજેતરમાં રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા.

આ પણ વાંચોઃ ખેડૂત આંદોલન વચ્ચે સરકારની બૂલડોઝર કાર્યવાહી, હવે ખેડૂતો શું કરશે? | Kisan Andolan

આ પણ વાંચોઃ Mumbai: ચહલ-ધનશ્રીના છૂટાછેડા અંગે આજે કોર્ટ ચુકાદો આપશે, 4.75 કરોડમાં શું થશે સમાધાન!

આ પણ વાંચોઃ Uttar Pradesh: રુસ્તમ ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના, વિદેશમાં નેવી મર્ચનું કામ કરતાં પતિની પ્રેમી સાથે મળી પત્નીએ કરી હત્યા

Related Posts

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?
  • June 23, 2026

Chaitar Vasava: ગુજરાતના રાજકારણમાં એક મોટા ભૂકંપ સમાન ઘટનામાં, નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની સેશન્સ કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી…

Continue reading
Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી
  • June 23, 2026

Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રજૂ કરેલા ચોંકાવનારા આંકડા મુજબ, ૨૦૨૦-૨૧…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

  • June 25, 2026
  • 2 views
Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 5 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 3 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 4 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 6 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 14 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?