
Ahmedabad: અમદાવાદના ધંધૂકામાંથી મિનરલ વોટરની આડમાં થતી વિદેશી દારૂની હેરાફેરી બહાર આવી છે. ધંધૂકા પોલીસને મળેલી બાતમીના આધારે એક ટ્રક તપાસતાં એમાંથી વિદેશી દારૂ અને બિયરની 12,144 બોટલ મળી હતી. આ દારૂનો જથ્થો દમણથી દ્વારકા લઈ જવાતો હોવાની ચાલકે કબૂલાત કરી છે.
ટ્રકચાલકની ધરપકડ
બૂટલેગરોએ ટ્રકચાલકને એક્વાફીના પાણીની બોટલોના જથ્થા નીચે દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. પોલીસે આ મામલામાં અમરા રબારી (રહે.રાણપર, તા.ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા) નામના શખ્સને દબોચ્યો છે. જ્યારે દારૂ મંગાવનાર દ્વારકાના રાણપર ગામના નાગાભાઈ કોડિયાતર અને દમણની એક અજાણ્યો શખ્સ ફરાર છે.
ધંધૂકા પોલીસના જવાનો જ્યારે લીમડી ત્રણ રસ્તા પાસે ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આ ટ્રક નીકળી હતી. પોલીસે શંકાના આધારે ટ્રક રોકી તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને માત્ર મિનરલ વોટરની બોટલો જ મળી હતી. જો કે વધુ તપાસ હાથ ધરતાં મિનરલ વોટરની બોટલો નીચેથી વિદેશી દારુની પેટીઓ ઝડપાઈ હતી. બાદમાં પોલીસે આરોપી ચાલક અમરા રબારીની ધંધૂકા પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસે કુલ 46.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 39.39 લાખની કિંમતનો દારૂ, 1.57 લાખની કિંમતની પાણીની બોટલો અને ટ્રક સહિતનો અન્ય મુદ્દામાલ સામેલ છે.
આ પણ વાંચોઃ
Shilpa Shirodkar: અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, આ મોટી ફિલ્મો કર્યું છે કામ?
‘ભારત ધર્મશાળા નથી, અમે પોતે 140 કરોડ લોકો છીએ’, Supreme Court એ આવું કેમ કહ્યું?
Vadodara: 1 કરોડથી વધુની છેતરપીંડી આચરનાર નાઇઝીરીયન મુંબઈથી ઝડપાયો
Vadodara: આશિષ જોશીના પત્નીનું કલેક્ટર સમક્ષ સોગદનામું, સરકારે દ્વેષ ભાવની ખોટી કાર્યવાહી કરી
બલુચિસ્તાનમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ, 4 લોકોના મોત, 20 ઘાયલ | Balochistan
કર્નલ સોફિયા પર ટિપ્પણી અંગે Vijay Shah ને સુપ્રીમમાંથી ઝટકો, SIT તપાસ કરશે
Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!
રાજકોટમાં દારુના ધંધા સાથે સંકળાયેલા લોકોના 55 દબાણો તોડ્યા! | Rajkot Demolition
PM મોદીના વખાણ કરવામાં દેશની સેનાનનું અપમાન!, BJP નેતા સેના અંગે આ શું બોલ્યા?
અમેરિકામાં 4 કરોડની કેરીનો નાશ, જાણો ભારતે મોકલી કેરીમાંથી શું નીકળ્યું? | India exports
Joe Biden: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનને પ્રોસ્ટેટ કેન્સર, સારવાર કેટલી શક્ય?