Donald Trump: ટ્રમ્પને પાઠ ભણાવવા યુરોપિયન દેશોની તૈયારી! એવો વળતો ટેરીફ બૉમ્બ ફોડશે કે ટ્રમ્પને નાની યાદ આવી જશે! વાંચો

  • World
  • January 19, 2026
  • 0 Comments

● વેનેઝુએલા બાદ હવે ટ્રમ્પ ગ્રીનલેન્ડ લેવા ઉભા થયા ત્યારે યુરોપિયન દેશોએ રોક્યા તો તે બધા સામે ટેરીફ લગાવવાની ધમકી આપી તો સામે યુરોપિયન દેશોએ પણ અમેરિકા ઉપર 107.71 અબજ ડોલર સુધીના જવાબી ટેરિફ લગાવવાની તૈયારીઓ શરૂ કરી કરતા ‘ટ્રેડ વોર’ ફાટી નીકળશે

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પને જાણે ટેરીફ લાગાવવાની રીતભાત માફક આવી ગઈ છે અને જ્યાં હોય ત્યાં ટેરીફ લગાવી દે છે અને સતત ધમકીઓ આપતા ફરે છે પરિણામે દુનિયાભરના એસ્ટીમેન્ટ ખોરવાઈ ગયા છે અને એક તરફી દાદાગીરી કરીને પોતે જગત જમાદારની ભૂમિકા ભજવ્યા કરે છે તાજેતરમાં વેનેઝુએલના તેલ ભંડાર ગમી ગયા અને દાનત બગડી એટલે નાનકડા વેનેઝુએલા ઉપર હુમલો કરી કબ્જો જમાવી દીધો અને ત્યાંના રાષ્ટ્રપતિ માદુરોને જેલમાં નાખી દીધા હવે તેમને ગ્રીનલેન્ડ પસંદ આવી ગયુ એટલે ત્યાં પણ કબ્જો કરવા નીકળી પડ્યા પણ યુરોપિયન દેશોએ વિરોધ કર્યો એટલે ટ્રમ્પ ભડકી ઉઠ્યા કે હું દુનિયાનો શક્તિશાળી માણસ છું હું ગમેતે કરી શકું મારો વિરોધ કરનારા કોણ? પરિણામે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને સાથ આપનારા 8 યુરોપિયન દેશો પર ભારે ટેરિફ લગાવવાની ધમકી આપી છે,પણ અહીં ટ્રમ્પની ધમકી કામ ન આવી અને ટ્રમ્પને તેની જ ભાષામાં જવાબ આપવાનું યુરોપિયન યુનિયન (EU)એ નક્કી કર્યું છે અને વળતા જવાબમાં લગભગ 107.71 અબજ ડોલર સુધીના જવાબી ટેરિફ લગાવવાની તૈયારીઓ શરૂ કરી છે.

ગ્રીનલેન્ડને સાથ આપનાર યુરોપિયન દેશોમાંથી આવતા સામાન પર પ્રથમ તબક્કામાં તા.1 ફેબ્રુઆરીથી 10% ટેરિફ અને ત્યારબાદ બીજા તબક્કામાં તા. 1 જૂનથી વધારીને 25% કરી દેવાની ટ્રમ્પની જાહેરાત બાદ EU સતર્ક થઈ ગયું છે અને ટ્રમ્પને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે જે અંતર્ગત બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં EUના રાજદૂતોની યોજાયેલી એક ઈમરજન્સી બેઠકમાં જર્મની અને ફ્રાન્સ સહિતના ઘણા દેશોએ ટ્રમ્પના આ પગલાંને વખોડી કાઢી અને સૌએ ટ્રમ્પની આ રીતને ‘બ્લેકમેઇલ’ સમાન ગણાવી હતી.

ટ્રમ્પને પાઠ ભણાવવા ફ્રાન્સે કડક પગલાં લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. યુરોપિયન દેશો અમેરિકા પર 93 અબજ યુરો (લગભગ 107.71 અબજ ડોલર) સુધીના જવાબી ટેરિફ લગાવવા અથવા તો અમેરિકન કંપનીઓને યુરોપિયન બજારમાંથી બહાર કરવા જેવા આકરા પગલાં લેવા પર વિચાર કરી રહ્યા છે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આ સપ્તાહમાં યોજાનાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન યુરોપિયન દેશો અમેરિકા સામે વળતા કડક પગલાં ભરવા પર વિચાર કરી રહ્યા છે.

વિગતો મુજબ EUના એક રાજદૂતે કહ્યું છે કે ટ્રમ્પના ટેરિફના વળતા પ્રહારમાં જવાબી ટેરિફ 6 ફેબ્રુઆરીથી લાગુ થઈ શકે છે. જોકે, એક અન્ય રાજદ્વારીએ જણાવ્યું કે, અમે રાજદ્વારી માર્ગો શોધી રહ્યા છીએ. જો 1 ફેબ્રુઆરીએ ટ્રમ્પ ટેરિફ લાગુ કરશે, તો જ જવાબી ટેરિફ પર વિચાર કરવામાં આવશે,આ સમગ્ર વિવાદનું કેન્દ્રબિંદુ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવાની ઝુંબેશ છે. જે 8 દેશો ટ્રમ્પના નિશાના પર છે તેમાં ડેનમાર્ક, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ, બ્રિટન અને નોર્વેનો સમાવેશ થાય છે.

આ દેશોએ ડેનમાર્કના સમર્થનમાં આર્કટિક ક્ષેત્રમાં પોતાના સૈનિકોની તૈનાતી પણ કરી દીધી છે, દરમિયાન કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે કેનેડા હંમેશા પ્રાદેશિક અખંડિતતાના સમર્થનમાં રહ્યું છે અને ગ્રીનલેન્ડનું ભવિષ્ય ગ્રીનલેન્ડ અને ડેનમાર્કે જ નક્કી કરવું જોઈએ તેમાં બીજાએ હસ્તક્ષેપ કરવો ન જોઈએ આમ,યુરોપિયન દેશો સામે ટેરીફ વધારવાની ટ્રમ્પની ધમકી સામે યુરોપિયન દેશોએ પણ વળતો ટેરીફ લગાડવાની તૈયારી કરતા ટ્રમ્પ હવે 1 ફેબ્રુઆરીએ આ દેશો સામે ટેરીફ લગાવશે કે કેમ તેતો આવનારો સમય જ કહેશે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?
  • June 17, 2026

China Industrial Subsidy: દાયકાઓ સુધી ભારતને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ દ્વારા એ પાઠ ભણાવવામાં આવ્યો છે કે સરકારી તિજોરી પર બોજ ઘટાડો, સબસિડીનું તર્કસંગતકરણ કરો અને મુક્ત બજારની તાકાત પર ભરોસો…

Continue reading
Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 3 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 4 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 6 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 11 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 11 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ