Ahmedabad માં નકલી અધિકારીઓનો ભાંડો ફૂટ્યો, બનાવટી આઈકાર્ડ સાથે બે ઝડપાયા

Ahmedabad : ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે. નકલી પોલીસ, જજ, અને અધિકારીઓની ભરમાર વચ્ચે અમદાવાદમાં વધુ એક નકલી અધિકારીઓ ઝડપાવાની ઘટના સામે આવી છે. જેમાં સરખેજની ગ્રામ્ય SP કચેરીમાં બે શખ્સો નકલી અધિકારી બનીને મુલાકાત માટે પહોંચ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમનો ભાંડો ફૂટી ગયો. આ શખ્સોએ પોતાને ‘નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન કમિશન’ નામની સંસ્થાના અધિકારીઓ તરીકે રજૂ કર્યા હતા, પરંતુ તપાસમાં તેમના આઈકાર્ડ બનાવટી હોવાનું બહાર આવ્યું.

નકલી આઈકાર્ડ સાથે SP કચેરીમાં ઘૂસવાનો પ્રયાસ

મળતી માહિતી અનુસાર, આ બે શખ્સો સરખેજ ખાતેની ગ્રામ્ય SP કચેરીમાં ‘નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન કમિશન’ના અધિકારીઓ તરીકે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે તેમના વર્તનથી શંકા જતાં પોલીસે તેમના આઈકાર્ડની ઝીણવટભરી તપાસ કરી હતી. આઈકાર્ડમાં ભારત સરકારના MSME મંત્રાલયનો ઉલ્લેખ ‘જોઈન્ટ ડિરેક્ટર’, ‘નેશનલ ડિરેક્ટર’, અને ‘વાઈસ પ્રેસિડેન્ટ’ જેવા ઉચા હોદ્દાઓ દર્શાવાયા હતા, જે સંપૂર્ણપણે બનાવટી હતા. પોલીસે તાત્કાલિક આ બંને શખ્સોની ધરપકડ કરી અને તેમની સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાતમાં નકલીઓનો સિલસિલો

સરખેજ પોલીસની સતર્કતાને કારણે આ નકલી અધિકારીઓ ઝડપાઈ ગયા પરંતુ આ ઘટના ગુજરાતમાં નકલી અધિકારીઓ અને વ્યક્તિઓની વધતી જતી સંખ્યાને ઉજાગર કરે છે. રાજ્યમાં નકલી પોલીસ અધિકારીઓ, જજ, કોર્ટના કર્મચારીઓ, અને અન્ય બનાવટી હોદ્દેદારોની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ, ગુજરાતના વિવિધ શહેરોમાં નકલી IAS અધિકારીઓ, પોલીસ ઈન્સ્પેક્ટરો, અને સરકારી અધિકારીઓના નામે લોકોને લૂંટવાના કેસો બહાર આવ્યા છે. આવા શખ્સો બનાવટી આઈકાર્ડ અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને લોકોને છેતરે છે અને સરકારી સંસ્થાઓની છબીને નુકસાન પહોંચાડે છે. અમદાવાદની આ ઘટના એ દર્શાવે છે કે આવા નકલી શખ્સો હવે સરકારી કચેરીઓમાં પણ ઘૂસવાની હિંમત કરી રહ્યા છે.

આ પણ વાંચો:

Surat: ઉડતા સુરત! ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં જ ડ્રગ્સના નશેડીઓનો ઉપદ્રવ

કોંગ્રેસમાં પડતા પર પાટું, અમિત નાયકે રાજીનામું આપી શું કર્યા આક્ષેપ? | Amit Nayak

Haridwar: માતાની મમતા શર્મશાર, પ્રેમી સાથે સગીર પુત્રી પર બળાત્કાર કરાવ્યો, જાણો વધુ!

Tesla કાર ગુજરાતમાં બનશે એવો જુઠ્ઠનો પરપોટો ફૂટી ગયો

Ahmedabad: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત, બે ટ્રકની ટક્કર બાદ આગ, ડ્રાઈવર ઘાયલ

Bengaluru Stampede:શું કર્ણાટક સરકાર RCBની જીતનો લાભ લેવાના ચક્કરમાં લોકોને બચાવવાનું ભૂલી ગઈ?

Gujarat Weather: હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની આગાહી, આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?

Surat: નિર્દોષો ભોગ લેતા ગેરકાયદેસર પતરાના ડોમ પર બુલડોઝર ક્યારે ચાલશે?

Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન

ભાગેડુ વિજય માલ્યાએ RCB ને આપ્યા અભિનંદન, શું માલ્યાની RCB માં હિસ્સેદારી છે?

  • Related Posts

    Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
    • September 21, 2026

    Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

    Continue reading
    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
    • September 21, 2026

    Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

    • September 23, 2026
    • 3 views
    IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

    Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

    • September 23, 2026
    • 5 views
    Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

    Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

    • September 23, 2026
    • 5 views
    Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

    SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

    • September 23, 2026
    • 5 views
    SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

    SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

    • September 22, 2026
    • 3 views
    SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

    SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

    • September 22, 2026
    • 5 views
    SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ