PM Modi Foreign Visits: 23 દેશોની મુલાકાત, ₹180 કરોડથી વધુ ખર્ચ! મોદી સરકારના આંકડાઓએ ઉઠાવ્યા સવાલ

  • India
  • August 7, 2026
  • 0 Comments

PM Modi Foreign Visits: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ષ 2025 દરમિયાન થયેલી વિદેશ યાત્રાઓ પર 180 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હોવાનું વિદેશ મંત્રાલયે રાજ્યસભામાં રજૂ કરેલા લેખિત જવાબમાં જણાવ્યું છે. વર્ષ 2026માં અત્યાર સુધી પ્રધાનમંત્રીની વિદેશ યાત્રાઓ પર અંદાજે 74.58 કરોડ રૂપિયાનો ખર્ચ નોંધાયો છે. આ ખર્ચમાં 6થી 11 જુલાઈ, 2026 દરમિયાન ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાતનો પણ સમાવેશ થાય છે.

વિપક્ષના સાંસદોએ માંગ્યો હતો વિગતવાર હિસાબ

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને CPI(M)ના સાંસદ વી. શિવદાસને વર્ષ 2021થી અત્યાર સુધી પ્રધાનમંત્રીની તમામ વિદેશ યાત્રાઓનો દેશવાર અને વર્ષવાર ખર્ચ, તેમજ દરેક પ્રવાસની વિગતો અંગે માહિતી માંગી હતી. તેના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી પબિત્ર માર્ગેરિટાએ વર્ષ 2021થી અત્યાર સુધી થયેલી દરેક વિદેશ યાત્રા અને તેના પર થયેલા ખર્ચની વિગતવાર માહિતી રાજ્યસભામાં રજૂ કરી હતી.

2025માં વિવિધ દેશોની યાત્રાઓ પર અંદાજે ₹187 કરોડનો ખર્ચ

સરકારે રજૂ કરેલા આંકડા અનુસાર વર્ષ 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુલ 23 દેશોની મુલાકાત લીધી હતી. આ પ્રવાસો પર કુલ અંદાજે 187 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમાં ફ્રાન્સની મુલાકાત પર 25,59,82,902 રૂપિયા, અમેરિકાની મુલાકાત પર 16,54,84,302 રૂપિયા, સાઉદી અરેબિયાની મુલાકાત પર 15,54,03,792.47 રૂપિયા, બ્રાઝિલની મુલાકાત પર 17,72,22,144 રૂપિયા, ચીનની મુલાકાત પર 10,59,90,561 રૂપિયા અને બ્રિટનની મુલાકાત પર 9,91,55,061.39 રૂપિયાનો ખર્ચ નોંધાયો હતો.

2025 દરમિયાન આ દેશોની પણ મુલાકાત લીધી

મુખ્ય દેશો ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2025 દરમિયાન મોરિશિયસ, થાઈલેન્ડ, શ્રીલંકા, સાયપ્રસ, કેનેડા, ક્રોએશિયા, ઘાના, ટ્રિનિડાડ એન્ડ ટોબેગો, આર્જેન્ટિના, નામીબિયા, માલદીવ, જાપાન, ભૂટાન, દક્ષિણ આફ્રિકા, જોર્ડન, ઓમાન અને ઇથિઓપિયાની પણ મુલાકાત લીધી હતી. આ તમામ પ્રવાસોનો ખર્ચ પણ કુલ વાર્ષિક ખર્ચમાં સામેલ છે.

2021થી 2024 દરમિયાન પણ થયો હતો અંદાજે ₹295 કરોડનો ખર્ચ

સરકારે અગાઉ જુલાઈ 2025માં રાજ્યસભામાં આપેલા અન્ય એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે વર્ષ 2021થી 2024 દરમિયાન પ્રધાનમંત્રીની વિદેશ યાત્રાઓ પર કુલ અંદાજે 295 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

વર્ષવાર ખર્ચની વિગતો મુજબ વર્ષ 2024માં રશિયા, યુક્રેન, અમેરિકા અને બ્રાઝિલ સહિત કુલ 16 દેશોની મુલાકાતો પર અંદાજે 109 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. વર્ષ 2023 દરમિયાન આ ખર્ચ અંદાજે 93 કરોડ રૂપિયા રહ્યો હતો, જ્યારે વર્ષ 2022માં 55.82 કરોડ રૂપિયા અને વર્ષ 2021માં અંદાજે 36 કરોડ રૂપિયાનો ખર્ચ નોંધાયો હતો.

2021ની ચાર વિદેશ યાત્રાઓનો ખર્ચ

વર્ષ 2021 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશ, અમેરિકા, ઇટાલી અને બ્રિટનની મુલાકાત લીધી હતી. આ પ્રવાસોમાં બાંગ્લાદેશની મુલાકાત પર 1,00,71,288 રૂપિયા, અમેરિકાની મુલાકાત પર 19,63,27,806 રૂપિયા, ઇટાલીની મુલાકાત પર 6,90,49,376 રૂપિયા અને બ્રિટનની મુલાકાત પર 8,57,41,408 રૂપિયાનો ખર્ચ થયો હતો.

જૂના વર્ષોના કેટલાક પ્રવાસ ખર્ચની પણ માહિતી રજૂ

વિદેશ મંત્રાલયે કેટલાક અગાઉના વર્ષોના પ્રવાસ ખર્ચની વિગતો પણ રજૂ કરી હતી. તેના મુજબ અમેરિકા યાત્રા પર 10,74,27,363 રૂપિયા, રશિયા યાત્રા પર 9,95,76,890 રૂપિયા, ફ્રાન્સ યાત્રા પર 8,33,49,463 રૂપિયા અને જર્મની યાત્રા પર 6,02,23,484 રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જણાવાયું છે.

મોંઘવારી અને વિનિમય દરના ફેરફારનો સમાવેશ નથી

વિદેશ રાજ્યમંત્રી પબિત્ર માર્ગેરિટાએ સ્પષ્ટતા કરી હતી કે રજૂ કરાયેલા તમામ આંકડા વાસ્તવિક ખર્ચ દર્શાવે છે. તેમાં મોંઘવારી અથવા ચલણ વિનિમય દરમાં સમયાંતરે થયેલા ફેરફારોને સમાયોજિત કરવામાં આવ્યા નથી.

વિદેશ યાત્રાઓનો હેતુ શું છે?

સાંસદોએ પ્રધાનમંત્રીની વિદેશ યાત્રાઓ દરમિયાન થયેલા દ્વિપક્ષીય કરારો, સમજૂતી કરારો (MOU), જાહેર કરાયેલા રોકાણો અને તેના પરિણામે ભારતમાં આવેલા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) અંગે પણ માહિતી માંગી હતી.

તેના જવાબમાં પબિત્ર માર્ગેરિટાએ જણાવ્યું કે પ્રધાનમંત્રીની ઉચ્ચસ્તરીય વિદેશ યાત્રાઓ ભારતના અન્ય દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. આ મુલાકાતો દ્વારા દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ભારતની ભાગીદારીને પ્રોત્સાહન મળે છે.

ટેક્નોલોજીથી લઈને સંરક્ષણ સુધીના ક્ષેત્રોમાં સહયોગ

સરકારના જણાવ્યા મુજબ આ વિદેશ યાત્રાઓ દરમિયાન થયેલા કરારો અને સમજૂતીઓ ટેક્નોલોજી, નવાચાર, વેપાર અને રોકાણ, સંરક્ષણ, ઊર્જા સહયોગ તેમજ વૈશ્વિક સપ્લાય ચેઇનને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિવિધ દેશો સાથેના આ સહયોગનો હેતુ લાંબા ગાળાના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.

ડિસેમ્બર 2025 સુધી 316 MOU પર હસ્તાક્ષર, FDI તરીકે 381.8 અબજ ડોલરનું રોકાણ

વિદેશ રાજ્યમંત્રીએ 35 પાનાના લેખિત જવાબમાં દેશવાર સમજૂતી કરારો (MOU)ની માહિતી પણ રજૂ કરી હતી. સરકારના આંકડા મુજબ જુલાઈ 2021થી પ્રધાનમંત્રીની વિદેશ યાત્રાઓ દરમિયાન કુલ 316 સમજૂતી કરારો (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત એપ્રિલ 2021થી ડિસેમ્બર 2025 દરમિયાન ભારતમાં કુલ 381.8 અબજ અમેરિકન ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) પ્રાપ્ત થયું હોવાનું પણ સરકારે રાજ્યસભામાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું છે.

આ પણ વાંચો:

Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી? – thegujaratreport.com

Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ – thegujaratreport.com

UP Advertisement Budget: UP સરકારનો જાહેરાત ખર્ચ 8 વર્ષમાં ₹6,811.94 કરોડ, કેન્દ્રની મોદી સરકારને પાછળ છોડી – thegujaratreport.com

CAG Report UC Pending: ₹54,282 કરોડનો હિસાબ ક્યાં? CAG રિપોર્ટમાં કેન્દ્રના 15 મંત્રાલયો પર ગંભીર સવાલ – thegujaratreport.com

Related Posts

Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે
  • September 4, 2026

Swatantra Bhardwaj Arrest: દિલ્હીના જંતર-મંતર પર 20 જુલાઈ 2026ના રોજ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી કાર્યકર નિશુ આઝાદના પિતા સંજય કુમાર સાથે થયેલી કથિત મારપીટનો મામલો ફરી…

Continue reading
Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી
  • September 4, 2026

Rajasthan Gvt demolishes School: રાજસ્થાનના જયપુર જિલ્લાના રામપુરા કનવરપુરા ગામમાં લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલી સરકારી પ્રાથમિક શાળાની જૂની ઇમારતને બુધવાર, 2 સપ્ટેમ્બરના રોજ તોડી પાડવામાં આવી છે. આ જ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા

  • September 4, 2026
  • 3 views
Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા

Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું

  • September 4, 2026
  • 4 views
Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું

Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે

  • September 4, 2026
  • 6 views
Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે

Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી

  • September 4, 2026
  • 7 views
Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી

Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ

  • September 4, 2026
  • 7 views
Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ

SC YouTubers School Ban: સરકારી શાળાઓમાં પત્રકારો અને યુટ્યુબર્સના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

  • September 4, 2026
  • 11 views
SC YouTubers School Ban: સરકારી શાળાઓમાં પત્રકારો અને યુટ્યુબર્સના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર