Vadodara: આશિષ જોશીના પત્નીનું કલેક્ટર સમક્ષ સોગદનામું, સરકારે દ્વેષ ભાવની ખોટી કાર્યવાહી કરી

Vadodara: સરકાર અને સત્તા સામે તમે બોલશો તો તેનું પરિણામ શું આવે શકી તે આશિષ જોષી સાથે બનેલી ઘટનાથી સાબિત થાય છે. હરણી બોટ કાંડના પીડિતને ન્યાય અપાવવા માટે કાઉન્સીલર આશિષ જોશી તેમની પડખે ઉભા રહ્યા આ વાત ભાજપને ન ગમી. જેથી તેમની પાર્ટીમાંથી કાઢી મુક્યા. ત્યારબાદ તેમને લેન્ડ ગ્રેબીંગની નોટીસ ફટકારવામાં આવી છે. ગત તા. 14મી મેના રોજ આશિષ જોશી, પશુપતિનાથ મંદિરના પુજારી સહિત 20 લોકોને તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબીંગની નોટીસ ફટકારવામાં આવી હતી. આ નોટીસ અન્વયે 17 મીએ સાંજે 5 વાગે રહીશો આશિષ જોષીએ પહોંચ્યાં હતાં. ત્યારે સુનાવણીના અડધા કલાક પહેલાં જ મંદિરના પૂજારી સહિત 11 લોકો સામેની લેન્ડગ્રેબિંગની નોટિસ પરત ખેંચી લીધી હતી. જ્યારે આશિષ જોષી સહિત 9 લોકો સામે નોટિસ યથાવત રાખવામા આવી હતી. ત્યારે આ મામલે હવે આશિષ જોશીના પત્ની મેદાનમાં આવ્યા છે. અને  ખોટી રીતે નોટીસ ફટકારીને તેમને ધ્વેશ ભાવ રાખીને તેમની સાથે અન્યાય કરવામા આવ્યો હોવાની કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

આશિષ જોષીને ફટકારવામા આવેલ લેન્ડ ગ્રેબીંગની નોટીસ મામલે તેમના પત્નીએ કલેક્ટરને કરી રજૂઆત

આ મામલે આશિષ જોષીના પત્નીએ વડોદરા જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ સમક્ષ સોગંદનામુ કર્યું છે જેમાં આશિષ જોષીને ફટકારવામા આવેલ લેન્ડ ગ્રેબીંગની નોટીસ મામલે જણાવ્યુંછે કે, તેમને ખોટી રીતે નોટીસ મોકલવામા આવી છે તેમને મિલકત ખરીદી તે અગાઉથી મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યા હતી તે જગ્યામાં આજે પણ કોઈ બોંધકામ થયું નથી.

સરકારે નોટીસ પણ ના આપી  

આશિષ જોશીના પત્નીએ જણાવ્યું છે કે, આજદિન સુધી ફાઈનલ પ્લોટ નં. 31 ની કંપાઉન્ડ વોલ કે જે અમોએ બનાવેલી ન હતી તે ગેરકાયદેસર છે તેવી ક્યારેય કોઈ નોટીસ સરકાર તરફથી આપવામાં આવેલ નથી અને જો આ કંપાઉન્ડ વોલ કે જે ત્રીસ વર્ષ કરતા વધુ સમયથી બનેલી હતી તે દિવાલ સ્વૈચ્છિક રીતે તોડી નાંખવા માટે અમોને ક્યારેય જણાવવામાં આવેલું નથી. જો અમોને આ દિવાલ ગેર કાયદેસર હોઈ તોડવાની સુચના આપવામાં આવી હોત તો અમો ગણતરી ના મિનિટોમાં જ અમારા ખર્ચે આ દિવાલ તોડી નાખી હોત. વધુમાં જણાવવાનુ કે અમારા પતિને જે નોટિસ આપવામાં આવેલી તે નોટિસ ની વિગતો વંચાણે લેતા એવુ આભાસ થયેલુ કે મારા પતિ આશિષ જોશી નાઓ ફાઈનલ પ્લોટ નં. 818 વાળી કુલ 1134 ચો. મીટર વાળી જમીનમાં થયેલ કબજા માટે જવાબદાર છે પરંતુ ગત 17 તારીખે આશિષ જોષી સુનવણી વખતે હાજર હતા ત્યારે જાણવા મળેલ કે મારી માલિકીના મકાનના દક્ષિણે આવેલ આશરે 135 ચો. મીટર જગ્યા અને મંદિરને અડીને જે કંપાઉન્ડ વોલ આવેલ હતી તે કંપાઉન્ડ વોલના કારણે મારા પતિને નોટીસ આપવામાં આવેલ છે. સાચી હકીકતે સદર મિલકત રેવન્યુ રેકોર્ડ અને સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડની વિગતે અમો પોતે મકાન નં. 31 વાળી મિલકતના માલિક હોવાને કારણે દક્ષિણે આવેલી મિલકત બાબતે અમો તમામ ખુલાસા કરી શકયા હોત પરંતુ અમોને આજદિન સુધી કોઈ નોટિસ આપવામાં આવેલ નથી.

ખાત્રી પણ કરવામાં ન આવી 

વધુમાં આ સોગંદનામાં તેમણે મિલકત કોની પાસેથી ખરીદી તે અંગે પણ જણાવ્યું છે. તેમજ વધુમાં તેમણે જણાવ્યુ કે, 1997 પહેલા બાંધવામાં આવેલ કંપાઉન્ડ વોલ સંદર્ભે અમો કે અમારા પતિ કોઈ ખુલાસો કરી શકીએ તેમ ન હતા તેમ છતાય સદર કંપાઉન્ડ વોલ બાબતે દશકો વિત્યા બાદ સરકાર ને એકાએક સમગ્ર શહેરમાંથી ફાઈનલ પ્લોટ નં. 318 વાળી જ મિલકત સંદર્ભે લેન્ડ ગ્રેલિંગ ની કાર્યવાહી કરવાનું જણાયું છે ત્યારે એ હકીકત પણ એટલી જ જરૂરી છે કે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરતા પહેલા કંપાઉન્ડ વોલ ગેર કાયદેસર હોવાના કારણે સ્વૈચ્છિક રીતે દૂર કરવાની કોઈ નોટીસ સરકાર ધ્વારા આપવામાં આવેલ નથી અને તેથી હવે જ્યારે સરકારને પોતાની આ મિલકત એકાએક યાદ આવેલ છે ત્યારે રતિલાલ પાર્ક તથા પશુપતિનાથ મહાદેવ મંદિરના તમામ શિવભકતોએ મળીને ગત 18 તારીખે વિવાદિત કંપાઉન્ડ વોલ તોડી નાખેલ છે અને હવે સદર જગ્યા ઉપર દશકો જુની કંપાઉન્ડ વોલ પણ દુર કરી નાખેલ છે. સદર ફાઈનલ પ્લોટ નં. 318 વાળી મિલકત સરકારની માલિકીની છે તેવું સને 2009 થી અમો આ જગ્યાએ રહેવા આવ્યા ત્યારથી કોઈ નોટિસ કે પત્ર અમોને મળેલ નથી અને સરકારના કોઈ પ્રતિનિધી પણ સદર મિલકતનું સ્થળ નિરિક્ષણ કરવા સુધ્ધા આવેલા નહી અને એકાએક અમારા પતિના સસ્પેન્સન બાદ સદર મિલકત બાબતની પ્રથમવાર વીસીટ કરવા આવેલા. તે વખતે તે અધિકારીઓને અમોએ જણાવેલ કે 31 રતિલાલ પાર્ક વાળી મિલકતના અમો પોતે માલિક છીએ તેમ છતાંય આ બાબતે તેઓએ કોઈ ખાત્રી કરેલ ન હતી.

આશિષ જોષી  વિરુધ્ધ શું આક્ષેપો છે તેની જાણ ન કરાઈ 

વધુમાં તેમ પણ જણાવવામા આવ્યું છે કે, સરકારની લેન્ડ ગ્રેબિંગ સંદર્ભની અરજી કે તેના સુસંગત કોઈ દસ્તાવેજો મારા પતિને આપવામાં આવેલ નથી અને ફક્ત એક પાનાની નોટીસથી ખુલાસો કરવાનું જણાવેલ છે જેથી તેઓને પોતાના વિરુધ્ધ શું આક્ષેપો છે તેની જાણ થયેલી ન હતી. કુદરતી ન્યાય ના સિધ્ધાંત મુજબ તમામ પ્રતિવિવાદીઓને તેઓના વિરુધ્ધના આક્ષેપની અરજી તેમજ સુસંગત દસ્તાવેજો પુરા પાડવામાં આવ્યા હોત તો તેઓ તમામ યોગ્ય ખુલાસો કરી શક્યા હોત પરંતુ ચોક્કસ કારણોસર ન્યાયિક સુનવણી થઈ શકે તે માટે દસ્તાવેજો આપવામાં આવેલ નથી.

મિલકતમાં આશિષ જોશીનો કબજો હોવાનો આક્ષેપ ખોટા 

ગેરકાયદેસર કબજો લેવા કે જમીન ઉપર ગેરકાયદેસર કબજા-ભોગવટા હક હોય તો તે જગ્યાને પચાવી પાડેલી જમીન તરીકે ઓળખાય પરંતુ ફાઈનલ પ્લોટ નં. 381 વાળી મિલકતમાં આશરે સાઈઠ વર્ષથી વધુ જુના ઝુપડાઓ આવેલા છે અને ત્રીસ વર્ષ જુનુ મહાદેવનું મંદિર આવેલું છે અને આ સમગ્ર મિલકત પૈકી કોઈ જગ્યા નો કબજો ભોગવટો મારી કે મારા પતિ આશિષ જોષી પાસે નથી. આ ફાઇનલ પ્લોટ નં. 318 વાળી મિલકતમાં મારા પતિ આશિષ જોષીનો કબજો હોવાનો જે આક્ષેપ છે તે સદંતર ખોટો છે કારણકે અમારા ઘરના દક્ષિણે ફાઈનલ પ્લોટ નં. 381વાળી જગ્યા પર કોઈપણ પ્રકારનું કોઈ બાંધકામ નથી અને તે ખુલ્લી જગ્યા છે. આશિષ જોશી દ્વારા કોઈપણ જમીન પચાવી પાડવામા આવી નથી.

ખોટી નોટીસ પરત ખેચવામાં સરકારની બેવડી નિતી

વધુમા જણાવવાનું કે નોટીસ કુલ વીસ વ્યક્તિઓને આપવામાં આવેલ હતી જે પૈકી 11 વ્યક્તિઓની નોટીસ સુનવણીની ગણતરીની મિનીટો પહેલા પરત ખેંચવામાં આવેલ છે. જે તમામ 11 વ્યક્તિઓ જેમા પશુપતિનાથ મહાદેવ મંદિરનો પણ સમાવેશ થાય છે તેઓનો ત્રીસ વર્ષ ઉપરાંતથી હાલ પણ ફાઈનલ પ્લોટ નં. 381 પર કબજો છે અને નોટીસ પરત ખેચવામાં આવી છે તેનાથી એ હકિકત પ્રસ્થાપિત થાય છે કે આ 11 વ્યકિઓ સામે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી સરકાર કરવા માંગતી નથી અથવા તો કાયદાકીય જોગવાઈઓના કારણે અને નામદાર સુપ્રિમ કોર્ટ ડ્રાદ્વારા પ્રસ્થાપિત સિધ્ધાંતોને ધ્યાનમાં લઈ કાર્યવાહી થઈ શકતી નથી તેવા સંજોગોમાં બાકી રહેલા નવમાંથી પણ આ અગિયાર વ્યક્તિઓની જેમ જ 6 દશકો જુના ઝુપડા આવેલા છે પરંતુ તેમાથી એક પણ ઝુપડુ આશિષ જોષીનું નથી. જયારે આશિષ જોષીના કબજામાં ફાઈનલ પ્લોટ નં. 381 પૈકી કોઈ જગ્યા નથી ત્યારે જે વ્યક્તિઓનો કબજો છે તેની સામેની નોટિસ પરત ખેંચવામાં આવે છે અને આશિષ જોષી સામેની ખોટી નોટીસ પરત ખેચવામાં આવતી નથી જે સરકારની બેવડી નીતિ તથા અન્યાય સ્વરુપની છે.

કલેકટરને કરવામાં આવી આ વિનંતી

આમ આશિષ જોષી સહિત કોઈપણ નિર્દોષ વ્યકિત સામે સરકાર વેશ ભાવથી ખોટી કાર્યવાહી કરી અન્યાય ન કરે તે ધ્યાન રાખવા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ

Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!

Jyoti Malhotra બાદ Youtuber Priyanka Senapati પણ પાકિસ્તાની જાસૂસ નિકળી?

Jyoti Malhotra જેવા દેશભક્તિનો ઢોંગ કરતા હજુ કેટલા પાકિસ્તાની જાસૂસો હશે ?

Kheda: ડીજે વગાડતા પહેલા સાવધાન, કલેક્ટરે ડીજે પર પ્રતિબંધ ફરમાવ્યો, થશે કડક કાર્યવાહી

Surat: ગેંગરેપની ઘટનામાં BJPના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ

Dahod Mgnrega Scam: આખરે ભ્રષ્ટાચારનો ઘડો ફૂટ્યો ! મંત્રી બચુ ખાબડનો બીજો પુત્ર પણ પોલીસના સકંજામાં

Pakistan Target on Golden Temple: સેનાએ સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને કેવી રીતે બચાવ્યા?

મમતા બેનર્જીએ મિશન ‘પાક એક્સપોઝ’થી રાખ્યું અંતર, Yusuf Pathan નું પ્રતિનિધિમંડળ સાથે ન જવાનું શું છે કારણ?

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધ્વસ્ત કરી દુશ્મનની ચોકીઓ, જુઓ Operation Sindoor નો નવો વીડિયો

 ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…

Delhi: વાવાઝોડામાં રેપિડ મેટ્રો સ્ટેશનની છતનો શેડ ઉડ્યો, 4 મહિના પહેલા મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન

Hyderabad Fire incident: ચારમીનાર નજીક ભીષણ આગ, 17 લોકોના મોત

શું Jyoti Malhotra પોતાના જ વીડિયોના કારણે ફસાઈ ગઈ, પાકિસ્તાની કનેક્શન કેવી રીતે ખુલ્યું?

Vadodara: તંત્રની ભૂલ કે સરકારની ચાપલૂસી ! સરકાર સામે અવાજ ઉઠાવનાર આશિષ જોષીને આપેલ નોટીસ પરત ખેંચવી પડી

Solapur Fire: મહારાષ્ટ્રના સોલાપુરમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 થી 6 લોકો ફસાયા

surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?

ED raids: ભૂતપૂર્વ કોર્પોરેટરના ઘરે ED ના દરોડા, લાકડાના દરવાજા પાછળ કબાટમાં છુપાવ્યા હતા લાખો રુપિયા

Kedarnath Dham Helicopter Crash : મેડિકલ ઇમરજન્સી માટે AIIMSથી પહોંચેલું હેલિકોપ્ટર ક્રેશ, મુસાફરોનું શું થયું?

Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?

surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી

Edi Rama and Giorgia Meloni: જ્યોર્જિયા મેલોનીના સન્માન માટે ઘૂંટણિયે બેઠાં આલ્બેનિયાના PM,કર્યું હૃદયસ્પર્શી સ્વાગત

Dahod: મનરેગા કૌભાંડનો રેલો મંત્રી પુત્ર સુધી પહોંચ્યો ખરો, બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડને પોલીસે ઝડપ્યો

Doha Diamond League 2025: 90 મીટરથી વધુનો ઐતિહાસિક થ્રો ફેંક્યો છતાં નીરજ ચોપરા ન બન્યા ચેમ્પિયન, શું છે કારણ ?

Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ

ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 8 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 7 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 13 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?