“વડાપ્રધાન આવે ત્યારે જ રોડ બને, લોકો માટે કેમ નહીં?” ધારાસભ્ય Chaitar vasava એ ઉઠાવ્યા સવાલો

  • Gujarat
  • November 11, 2025
  • 0 Comments

Chaitar vasava: નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે AAP ધારાસભ્ય ચૈતર વસાવા, સાંસદ મનસુખ વસાવા, કલેકટર, ડીડીઓ, ડીસીએફ અને તમામ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં દિશા મોનિટરિંગની મીટીંગ થઈ. આ મીટીંગ બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગતરોજ દિશા મોનિટરની મીટીંગ મળી હતી. આ મિટિંગમાં વિવિધ બાબતોની અમે ચર્ચા કરી હતી જેમ કે મનરેગાની રોજગારી છ તાલુકાઓમાં ચાલુ નથી. એ ક્યારે ચાલુ થશે અને કેમ બંધ છે? જેમાં તેમણે અમને 10થી 15 દિવસની બાંહેધરી આપી છે કે અમે મનરેગા રોજગારી ચાલુ કરાવી દઈશું.

વધુમાં ચૈતર વસાવાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડીયાપાડામાં આવે છે ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે લાગી જાય છે તો જુના રાજનો રોડ કેમ બનાવતા નથી? કેમ વન વિભાગ તેને અટકાવે છે? દેવમોગરાના રોડ માટે અનેક ઝાડ કપાય છે ત્યાં કાયદો નડતો નથી? જુના રાજમા જ કેમ કાયદો નડે છે? એ બાબતની પણ મેં રજૂઆત કરી. સાથે સાથે એમને જાહેરનામું પ્રસિદ્ધ કરીને યાર્ડ પુલ પર માત્ર 25 ટન વાહનોની અવરજવરની પરવાનગી આપી છે ત્યારે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એ જ પ્રકારે ડેડીયાપાડાથી નેત્રંગ નેશનલ હાઈવે પર સિધ્ધપુર અને ઘાણીકૂટની વચ્ચે કરજણ પર એક બ્રિજ છે ત્યાં એંગલ લગાવવામાં આવ્યા છે જ્યાં ફોરવ્હીલ વાહનો જ અવરજવર કરી શકે છે અને ડાયવર્ઝન ગ્રામ્ય વિસ્તારમાંથી આપવામાં આવ્યું છે. મેં નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જો બ્રિજ જર્જરિત હાલતમાં હોય તો એની નીચે બાયપાસ બનાવવામાં આવે અને લોકોને અવર જવર માટેની વ્યવસ્થા કરવામાં આવે. ત્રીજી વાત, ચિકદા તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે ત્યાં બસ સ્ટેશન,પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી ઊભી કરવામાં આવે અને સાથે સાથે આઇટીઆઇથી લઈને તમામ પ્રકારની શાખાઓ તમામ શાખાઓના અધિકારીઓ ત્યાં હાજર રહે અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ સરળ બને એ બાબતની પણ રજૂઆત કરવામાં આવી છે.

ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, એક જિલ્લામાં તમામ શાળાઓમાં એક જ કોન્ટ્રાક્ટર ભોજન પૂરું પાડે છે એવી ગુજરાત સરકારે અહીંયા એક એજન્સી નક્કી કરી છે, તેનો પણ મેં વિરોધ કર્યો છે અને કહ્યું છે કે જે પ્રકારે મધ્યાહન ભોજન ચાલે છે એ પ્રકારે જ ચાલવું જોઈએ. તેમજ રોડ અને રસ્તાના પેચ વર્ક કરવાના બાકી છે એમના પેચ વર્ક કરવામાં આવે, સાઈડમાંથી કટીંગ કરવામાં આવે, જે જર્જરીત નાળા છે ત્યાં નવા નાળા બનાવવામાં આવે, સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે બીજા અને ત્રીજા હપ્તા પેન્ડિંગ છે, એ પણ પૂર્ણ કરવામાં આવે. ફોરેસ્ટની જે પણ યોજના હોય, ટ્રાઇબલ સબપ્લાનની યોજના હોય, નાણાપંચની યોજના હોય, જેની વર્ષોથી ગ્રાન્ટની બચત છે એ તમામ ગ્રાન્ટને તાત્કાલિક ધોરણે અમલીકરણ કરીને કામ પુરા કરવામાં આવે એવી આજે મેં માંગ કરી છે અને નર્મદા જિલ્લાના કલેકટર, ડીડીઓ, એસપી, DCF અને નિયામક જેવા તમામ અધિકારીઓ દ્વારા અમે જે રજૂઆત કરી છે એનું સત્વરે નિરાકરણ કરીને મને રિપોર્ટ આપવાની બાંહેધરી આપી છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ
  • March 19, 2026

Unseasonal Rain: રાજ્યમાં આજે તા. 19 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન…

Continue reading
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 2 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 8 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 8 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 6 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 4 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 7 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી