અમરેલીની પોલીસે જે કર્યું તેની સજા મળવી જોઈએઃ પરેશ ધાનાણી
ગુજરાતમાં ચકચાર મચાનાર નકલી લેટરકાંડ મુદ્દે રોજે રોજ રાજકારણ ગરમાતું જાય છે. પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ગઈકાલથી અમરેલીમાં કાર્યકરો નારી સ્વાભિમાન અભિયાન હેઠળ ઉપવાસ પર ઉતર્યા છે. જે આજે પણ યથાવત રાખ્યા છે. આખી રાત ઠંડીમાં રાજકલ ચોક ખાતે વિતાવી છે. આજે સવારે તેમનું મેડિકલ ચેકઅપ કરાયું છે.